બાયડના જીતપુર ખેતરમાં મગરના બચ્ચાએ દેખા દેતા લોકોમાં ભય
(તસ્વીરઃ દિલીપ પુરોહિત, બાયડ) બાયડ તાલુકાના જીતપુર ગામથી વજેપુરા ચોકડી જતા કાળાભાઈ ચતુરભાઈ ઠાકોર ના ખેતરમાં વહેલી સવારે મગર ના બચ્ચાએ દેખા દેતા ખેડૂતે આજુબાજુના ખેડૂતો નેએકઠા કર્યા હતા અને વન વિભાગને જાણ કરવામાં આવી હતી.
પરંતુ ચાર કલાક જેટલો સમય વિતી જવા છતા વનવિભાગના કર્મચારી ના આવતા લોકોમાં રોષ જાેવા મળ્યો હતો આખરે પરિક્ષેત્ર વન અધિકારી જે.એચ. ગોસ્વામી તથા એ.કે. નીનામા વનપાલ આબલીયારા તથા રાજુભાઇ કટારીયા વન રક્ષક આંબલીયારા સ્થળ પર આવી પહોંચતો લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
વન અધિકારીએ મગરના બચ્ચાનુ ભારે જહેમત બાદ રેસ્કયુ કરાયું હતું મગરના બચ્ચાના રેસ્ક્યુ કરવામાં ગ્રામજનો પણ મદદરૂપ થયા હતા આ મગરના બચ્ચાને તળાવમાં છોડી દેવામાં આવ્યું હતું ગ્રામજનોનું કહેવું હતું કે તળાવમાં પાણી ઓછું થઇ જવાથી મગરનું બચ્ચું ખેતરમાં આવી ગયું હોય તેવું જણાઈ રહ્યું છે