બાયડના ડેમાઈ ગામેથી દારૂ સાથે બે બુટલેગરો ઝડપાયા
(પ્રતિનિધિ)બાયડ, બાયડ પંથકમાં દેશી-વિદેશી દારૂની રેલમછેલ જોવા મળી રહી છે બાયડ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં દારૂની હાટડીઓ ધમધમી રહી છે અનેક પરિવારો દારૂના ખપ્પરમાં હોમાઈ રહ્યા છે બાયડ તાલુકામાં કથળતી જતી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ઉપર અંકુશ મેળવી ઠેર ઠેર થઇ રહેલ દેશી-વિદેશી દારૂના વેપલાને રોકવામાં સફળ રહે છે કે નહિ તે જોવું રહ્યું.
ગુજરાત સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે અરવલ્લી-સાબરકાંઠામાં ધામા નાખ્યા હોય તેમ આંતરે દિવસે ત્રાટકી સફળ રેડ કરતા બંને જીલ્લાની પોલીસ હોંફાળી-ફોંફાળી બની છે . શનિવારે સાંજે સ્ટેટ મોનીટરીંગ સેલ બાયડ તાલુકાના ડેમાઈ ગામે ત્રાટકી રોડ પરથી ટુ-વિહ્લર પર પસાર થતા બે બુટલેગરોને ઝડપી પાડી તેમની પાસે રહેલા કોથળામાંથી વિદેશી દારૂની બોટલ-ટીન નંગ-૫૨ કીં.રૂ.૬૩૮૫, દેશી દારૂ. ૫ લીટર કીં.રૂ.૧૦૦, મોબાઈલ નંગ-૨ કીં.રૂ.૧૫૦૦, રોકડ રકમ-૩૧૭૫ બંને ટુ-વિહ્લર ની કીં.રૂ૬૫૦૦૦/- મળી કુલ રૂ.૭૬૧૬૦/- ના મુદ્દામાલ સાથે ૧)રાજુ સોમાભાઈ ઠાકોર (રહે,ડેમાઈ) તથા ૨)બાબુ રમણભાઈ ઝાલા (રહે,આકડીયાના મુવાડા ) ની ધરપકડ કરી અન્ય એક ફરાર બાયડના મહેશ જ્યંતિભાઈ પટેલ નામના શખ્શ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.