બાયડના તેનપુર ગામનો ૨૫ વર્ષીય યુવક કોરોનાગ્રસ્ત થતા વાત્રક કોવીડ હોસ્પિટલમાં ખસેડાયો
અરવલ્લીમાં ૭ દિવસ પછી વધુ એક કોરોના પોઝેટીવ કેસ
કોરોનાએ વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે લોકડાઉન-૧ માં કોરોનાથી સંપૂર્ણ મુક્ત રહેલા અરવલ્લી જિલ્લામાં લોકડાઉન-૨ જાહેર થતા અનેક લોકો અન્ય જિલ્લા અને કોરોનાગ્રસ્ત જિલ્લામાંથી અરવલ્લી જિલ્લામાં પ્રવેશતા જિલ્લામાં કોરોના વિસ્ફોટ થયો હતો અને ગણતરીના કલાકોમાં કોરોનાના ૧૮ દર્દીઓ નોંધાયા હતા.
જેમાં ભિલોડાની કુશાલપુરાની વૃદ્ધાનું કોરોનાના કારણે મોત નિપજ્યું હતું.એક સપ્તાહ સુધી શાંત રહેલા કોરોનાએ બાયડ તાલુકાના તેનપુર ગામના ૨૫ વર્ષીય યુવકને સંક્રમિત કરતા લોકોમાં ભય સાથે ફફડાટ ફેલાયો છે બાયડ તાલુકા આરોગ્ય તંત્રે તેનપુર ગામના કોરોનાગ્રસ્ત યુવક તેના માતા-પિતાને વાત્રક કોવીડ-૧૯ હોસ્પિટલમાં ખસેડી આરોગ્ય તંત્રએ કોરોનાગ્રસ્ત વિસ્તારમાં થર્મલસ્ક્રિનીંગ અને સર્વેની કામગીરી હાથધરી દીધી છે વહીવટી તંત્રે કોરોનાગ્રસ્ત વિસ્તારને ત્રણ કિમિ વિસ્તારમેં કોન્ટેન્ટમેન્ટ જાહેર કરી પ્રવેશબંધી ફરમાવી દીધી છે.
બાયડ તાલુકાના આંબલીયારા ગામે કોરોના પોઝીટીવ કેસ સામે આવ્યા બાદ વધુ એક ગ્રામ્ય વિસ્તારનો યુવક કોરોનામાં સપડાતા ગ્રામ્ય વિસ્તારોમાં ફફડાટ ફેલાયો છે તેનપુર ગામના ૨૫ વર્ષીય પ્રિતેશ નરેશભાઈ પટેલ નામના યુવકને શરદી-ખાંસી તાવ જણાતા તેના પિતા ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ ગયા હતા યુવકમાં શંકાસ્પદ કોરોનાના લક્ષણો જણાતા તકેદારીના ભાગરૂપે યુવકનો કોરોનાનો રિપોર્ટ કરાવ્યો હતો પિતા-પુત્ર કોરોના પરીક્ષણ માટે સેમ્પલ આપી તેનપુર પરત આવી ગયા હતા ગુરુવારે યુવકનો કોરોના રિપોર્ટ પોઝેટીવ આવતા સિવિલ હોસ્પિટલે બાયડ આરોગ્ય તંત્રને જાણ કરતા આરોગ્ય તંત્રની ટીમ એમ્બ્યુલન્સ સાથે યુવકના ઘરે પહોંચી યુવક અને તેના માતા-પિતાને વાત્રક કોવીડ હોસ્પિટલમાં ખસેડાયા હતા.
બાયડ તાલુકા આરોગ્ય અધિકારી ર્ડો.ધર્મેશ ભાઈ ના જણાવ્યા અનુસાર કોરોના પોઝેટીવ યુવક અને તેના માતા-પિતાને વાત્રક કોવીડ-૧૯ હોસ્પિટલમાં ખસેડાયા છે યુવકની સારવાર હાથધરી હતી અને યુવકના માતા-પિતાને આઈસોલેશન વોર્ડમાં રાખવામાં આવ્યા છે અને યુવકને કોરોનાનો ચેપ કઈ રીતે લાગ્યો તેમજ યુવકની ટ્રાવેલ હિસ્ટ્રી છે કે નહિ તે અંગે જાણકારી મેળવવા તજવીજ હાથધરી તેનપુર ગામમાં સર્વેની કામગીરી હાથધરી સૅનેટાઇઝ કરવામાં આવશે નું જણાવ્યું હતું