Western Times News

Gujarati News

બાયડના પેઇન્ટર દ્વારા સ્વર કોકિલા લતા મંગેશકરને અનોખી શ્રદ્ધાંજલિ

(પ્રતિનિધિ) બાયડ, બાયડના આર્ટ વર્ક દ્વારા ખ્યાતિ પામેલા પેઇન્ટર દેવચંદ પરમાર દ્વારા સ્વર કોકિલા લતા મંગેશકર ને અનોખી રીતે શ્રદ્ધાંજલિ આપી સ્વર કોકિલા લતા મંગેશકર ને કોરોના સંક્રમિત થયા બાદ તેમનામાં ન્યુમોનિયા લક્ષણો દેખાઈ રહ્યા હતા જે બાદ તેમને બ્રીચકેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા લતા મંગેશકર નો ૯૨ વર્ષની વયે તેમનું નિધન થયું હતું જેમાં સમગ્ર રાષ્ટ્રમાં શોકનું મોજું ફરી વળ્યું છે

ત્યારે બાયડના પેઇન્ટર દેવચંદ પરમાર દ્વારા લતાજી નું આર્ટ ચિત્ર બનાવી અશ્રુભીની શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી અરવલ્લી જિલ્લામાં હજારો લોકો લતાજીના ચાહકો છે તેઓ પણ લતાજીના ચીર વિદાયથી ભાવુક બન્યા છે

સંગીતની દુનિયામાં એક ચક્રી શાસન કરી સંગીતના ચાહકોના દિલ મા આગવું સ્થાન ઊભું કરનાર ભારત રત્ન લતા મંગેશકર ને ચીર વિદાયથી બાયડ નગરમાં પણ શોકનું મોજુ જાેવા મળ્યું હતું.

દિવસ દરમિયાન લોકોએ લતા મંગેશકર ના ગીતો સાંભળીને શ્રદ્ધાંજલિ આપવાનો પ્રયાસ કર્યો હતો જ્યારે બાયડના જાણીતા પેઇન્ટર દેવચંદ પરમાર ખાસ લતાજીના આશિક રહ્યા છે તેઓ સદીના મહાન ગાયિકાના નિધનથી  શોક વ્યક્ત કરી અનોખી શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી.

બાયડ લાયન્સ ક્લબ સાથે સંકળાયેલા પરમાર પરિવાર હંમેશા કલાપ્રેમી રહ્યા છે આ અગાઉ પર અમિતાભ બચ્ચને પણ દેવચંદ પરમારની આર્ટ કલા ના વખાણ કરી ચુક્યા છે.*


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.