Western Times News

Gujarati News

બાયડના યુવા પશુચિકિત્સકની સામાન્ય બોલાચાલીમાં દમણમાં હત્યા

પ્રતિકાત્મક

મોડાસા, દમણ નાકચી ગામમાં આવેલી દિપાલી રેસ્ટોરન્ટમાં ઉચા અવાજે બોલવા બાબતે અરવલ્લી જિલ્લાના બાયડના ૩ યુવાનો ઉપરસ્થાનિક ઈસમોએ ઝઘડો કરી લોખંડની એંગલથી હુમલો કરતા ૧ શખ્સને ગંભીર ઈજા થતા ઘટના સ્થળે મોત નીપજયું હતું. જયારે અન્ય ર ઈજાગ્રસ્તોને ગંભીર હાલતમાં સારવાર માટે સ્થાનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

બાયડનો યુવાન ઋતુલ પિયુષભાઈ ઉર્ફે ગોપાલ ચંદુભાઈ પટેલ તેમના પિતાના એકના એક પુત્ર છે તેમના પિતા પિયુષભાઈ (ગોપાલ) પટેલ વર્ષોથી વાપીના રોહિણા સ્થિત વેટરનરી હોસ્પિટલમાં પશુ ચિકિત્સક તરીકે નોકરી કરી ફરજ બજાવે છે. તેમના એકમાત્ર પુત્ર ઋતુલ પિયુષભાઈ પટેલને સામાન્ય બોલાચાલીમાં ઝઘડામાં દમણની દિપાલી રેસ્ટોરંટમાં હુમલો કરી મોતને ઘાટ ઉતારેલ છે.

આ ચકચારી ઘટના સામે આવ્યા પછી વાત વાયુવેગે બાયડમાં પ્રસરતા પાટીદાર આંજણા ચૌધરી સમાજમાં શોક માતમ છવાયો હતો. ઋતુલની સાથે માસી અને મામાના દિતકેર નેહકુમાર સંજયભાઈ પટેલ અને આકાશ રાજેન્દ્ર પટેલ ઈજાગ્રસ્ત હોઈ સ્થાનિક હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

આ હત્યાના પ્રકરણમાં માર્ગો પર લગાડેલ સીસી ટીવી કેમેરાની ચકાસણી કરી વાહનોની ચકાસણી કરી હતી. અને ટેકનિકલ ઈનપુટના આધારે યુવાનની હત્યા કરનાર સુશીલ પ્રેમકુમાર પાંડે (ઉ.વ.૧૯ રહે. વાપી) અને વિશાલ અશોક જમાદાર (ઉ.વ.ર૦, રહે.વાપી) શબ્બીર નઈમ અહમદ (ઉ.વ.ર૪ રહે. વાપી) તથા ભાવીન ઉમેશ પટેલ (ઉ.વ.૩૦ રહે. વેલપરવા) મળી ૪ જણાની પોલીસે ધરપકડ કરી ગુનો દાખલ કર્યો હતો

અને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ માંગ્યા હતા. આ મામલે ફરિયાદ થવા પામી હતી. આમ દમણની દિપાલી રેસ્ટોરન્ટમાં ટેબલ ઉપર બેઠયા પછી ઉંચા અવાજે બોલવાની મામુલી અને સામાન્ય બાબતે બોલાચાલી થતાં આ ઝઘડામાં સામાવાળા કુલ ૪ શખ્સોએ એકદમ ઉશ્કેરાઈ હથિયારોથી હુમલો કરતા ૩ જણાં ઘાયલ થયા હતા જેમાં ઋતુલ પિયુષભાઈ (ગોપાલ) પટેલની હત્યા થતા તેનું કમકમાટીભર્યું મોત નીપજયું હતું તેમાં ૪ ઈસમોની આરોપી તરીકે ધરપકડ થઈ હતી.

ઉલ્લેખનીય છે કે જયાં દમણમાં આ અરવલ્લી જિલ્લાના બાયડના યુવાન ઋતુલ પટેલની હત્યા થઈ તે દીવ અને દમણ કેન્દ્ર શાસીત પ્રદેશ છે તેના વહીવટદાર (ગર્વનર) તરીકે અરવલ્લી જિલ્લાના હિંમતનગરના પ્રફુલભાઈ પટેલ છે કે જેઓ ગુજરાત રાજયના પૂર્વ ગૃહમંત્રી છે તેથી આ મૃતક જિલ્લાના યુવાનને ન્યાય મળશે તેવી શ્રધ્ધા સહ અપેક્ષા- આશા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.