બાયડના રાયણના મુવાડા ગામેથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો
(તસ્વીરઃ દિલીપ પુરોહિત, બાયડ) અરવલ્લી જીલ્લા પોલીસ અધિક્ષક શૈફાલી બરવાલના પોલીસ તંત્રને વિદેશી દારૂ વેચાણ અને હેરાફેરી રોકવા માટે આપેલા કડક આદેશો પછી જીલ્લાનું પોલીસ તંત્ર પણ આવા તત્વોને ઝડપી લેવા કટિબદ્ધ બન્યું છે.
એલસીબી અરવલ્લીના પોલીસ ઇન્સ્પેક્ટર કે ડી ગોહિલ અને તેમનો સ્ટાફ બાયડ પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળી હતી કે રાયણના મુવાડા ગામે રમેશભાઈ ભગાજી ઝાલા અને લાલસિંહ રંગીતસિંહ ઉર્ફે રંગાભાઇ ઝાલા રહે આકડીયાના મુવાડા એ રાયણના મુવાડા ગામની સીમમાં ઢોરઢાંખર બાંધવા માટે બનાવેલ ગમાણ તથા છાપરામાં વેપાર કરવા માટે વિદેશી દારૂનો ગેરકાયદે જથ્થો સંતાડી રાખેલ છે
ઉપર મુજબની બાતમી આધારે એલસીબી પોલીસે રાયણના મુવાડા ગામે દરોડો કરતાં સ્થળ ઉપર કોઈ શખ્સ હાજર મળેલ ન હતો ત્યાં ઊભેલી જીજે. ૨૩ એ.એન. ૩૧૬૯. નંબરની આઈ ટ્વેન્ટી કારની ડેકીમાંથી અને કારની બાજુમાં જમીન પર મુકેલ બે પતરાં નીચેના ખાડામાં ઘાસમાં સંતાડેલી વિદેશી દારૂની પેટીઓ અને છુટી બોટલો નંગ. ૪૬૭. કિંમત રૂપિયા ૧,૧૫,૩૫૦/- તથા કાર મળી
કુલ મુદ્દામાલ રૂપિયા ૫,૧૫,૩૫૦/-નો પ્રોહી. મુદામાલ કબ્જે લઇ બાયડ પોલીસ મથકે બંને ફરાર બુટલેગરો ( ૧) રમેશભાઈ ભગાજી ઝાલા રહે. રાયણના મુવાડા તા બાયડ જી અરવલ્લી. ( ૨) લાલસિંહ રંગીતસિહ ઉર્ફે રંગાભાઈ ઝાલા રહે. આકડિયાના મુવાડા તા. બાયડ સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી વધુ તપાસ બાયડ પોસઇ નરવતસિંહ રાઠોડે હાથ ધરી છે.