બાયડના લીંબ ગામે ધી. સાબરકાંઠા જીલ્લા મધ્યસ્થ સહકારી બેંકનો પ્રારંભ : ખેડૂતોમાં આનંદ છવાયો
અરવલ્લી-સાબરકાંઠા જીલ્લાના ખેડૂતો અને ગ્રામ્ય વિસ્તારોમાં જીવાદોરી સમાન અને બેંકિંગ સુવિધાઓમાં અગ્રણી ધી સાબરકાંઠા જીલ્લા મધ્યસ્થ સહકારી બેંક લી.હિંમતનગર ની વધુ એક શાખાનો બાયડ તાલુકાના લીંબ ગામે સાબરકાંઠા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક હિંમતનગર ના ચેરમેન મહેશભાઈ પટેલ ના વરદ હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો
જેમાં કૃષિ બેંકના પૂર્વ ચેરમેન કનુભાઈ એમ. પટેલ,બાયડ ધારાસભ્ય જશુભાઈ પટેલ ,બેંકના ડિરેક્ટર ધીરુભાઈ પટેલ ,અરવલ્લી જિલ્લા સદસ્ય અદેસિંહ ચૌહાણ વિગેરે ઉપસ્થિતિ રહ્યા હતા.લીંબ ટીચર્સ મંડળીના પૂર્વ ચેરમેન નારાયણભાઈ સી.પટેલે સૌને આવકારી હાર્દિક શુભેચ્છા પાઠવી હતી.લીંબમાં બેંકની શાખા શરૂ કરવા બદલ બેંકના ચેરમેન અને તમામ ડિરેક્ટરોનો આભાર સાથે અભિનંદન ગ્રામજનોએ પાઠવ્યા હતા.