Western Times News

Gujarati News

બાયડના સસ્તા અનાજના દુકાનદારો પડતર પ્રશ્નોને લઈને લડાયક મિજાજમાં

(તસ્વીરઃ દિલીપ પુરોહિત, બાયડ) બાયડ તાલુકા સહિત જીલ્લાભરમાં સરકારની જાહેર વિતરણ વ્યવસ્થા સાથે સંકળાયેલા સસ્તા અનાજની દુકાનના સંચાલકોએ એક પછી એક પડતર પ્રશ્નોને સામુહિક સામુહિક રાજીનામાની ચીમકી ઉચ્ચારી છે.

આજે બાયડ તાલુકા ફેર પ્રાઇઝ શોપ એસોસિએશને વિવિધ પડતર પ્રશ્નોને લઈને નિકાલ ના આવતાં આગામી ઓક્ટોબર મહિનામાં જથ્થો નહિ ઉપાડી સામુહિક રાજીનામું આપવા માટે પ્રાંત અધિકારી, બાયડ, મામલતદાર, બાયડ, ગોડાઉન મેનેજર બાયડને આવેદનપત્ર આપ્યું હતું.બાયડ તાલુકામાં જાહેર વિતરણ વ્યવસ્થા સાથે સંકળાયેલા સસ્તા અનાજની દુકાનના સંચાલકો દ્વારા સામુહિક રાજીનામાની ચીમકી ઉચ્ચારી હતી.

બાયડ તાલુકાનાં રાશન ડીલરોના સામુહિક રાજીનામાં અંગે આજ રોજ બાયડ ખાતે મળેલ મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સરકારની વર્તમાન વિતરણ વ્યવસ્થામાં પડી રહેલ મુશ્કેલીઓ જેવીકે ઓછું કમિશન, સર્વર પ્રોબ્લેમ સમયસર જથ્થો નહીં મળવો,

જેવી કેટલીક માગણીઓ નહિ સંતોષાતા બાયડ તાલુકાના પીડિત સસ્તા અનાજની દુકાનના સંચાલકોએ સામૂહિક રીતે અને સર્વાનુમતે રાજીનામા પત્રનો ઠરાવ કરેલ છે જેમાં ઓકટોબર ૨૦૨૧થી અમારી માગણીઓ નહીં સંતોષાય તો યોગ્ય સકારાત્મક નિકાલ કરવાની ખાત્રી નહીં આપવામાં આવે તો ઓક્ટોબર ૨૦૨૧ વિતરણ વ્યવસ્થા સંભાળીશું નહીં પરમીટ કે ચલણ પણ કાઢવામાં નહીં આવે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.