બાયડના હાઈવે પર બોરોલ પીકઅપ સ્ટેન્ડ નજીક માંસ ભરેલી મારુતિ કાર પલ્ટી

(તસ્વીરઃ દિલીપ પુરોહિત, બાયડ) અરવલ્લી જીલ્લાના નડિયાદ મોડાસા સ્ટેટ હાઇવે પર બાયડ તાલુકાના બોરોલ્ પીકઅપ સ્ટેન્ડ નજીક કોથળામાં માંસ ભરેલી મારુતિ સેન્ટ્રો કારે પલ્ટી મારતાં ચકચાર મચી જવા પામી છે.
વધુ પ્રાપ્ત માહિતી મુજબ, બાયડ પોલીસ મથક વિસ્તારમાં મોડાસા-નડીયાદ હાઈવે પર બોરોલ પિકઅપ બસ સ્ટેન્ડ નજીક પુરઝડપે દોડતી એક મારૂતિ સેન્ટ્રો કાર પલ્ટી ખાઈ જતાં ઘટના સ્થળે લોકોનું ટોળું એકત્ર થઇ ગયું હતું.
કારમાં સવાર ત્રણ લોકોને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. સ્થાનિક લોકો દ્વારા કારમાંથી વિચિત્ર પ્રકારની ગંધ કશું અજુગતું હોવાની શંકાના આધારે કારમાં મુકેલા કોથળામાં તપાસ કરતા માંસનો જથ્થો જણાઈ આવ્યો હતો.
કારમાં માંસનો જથ્થો જાેતા સ્થાનિક લોકોએ કારમાં સવાર ત્રણ લોકોને કબજે લઈ ઘટનાની જાણ બાયડ પોલીસને કરવામાં આવતા બાયડ પોલીસે તાબડતોબ ઘટના સ્થળે પહોંચી કારમાં કોથળામાં ભરેલા માંસના જથ્થા સાથે કારમાં સવાર ત્રણ લોકોને કબજે લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.