બાયડની એક ખાનગી હોસ્પિટલમાં બાયોમેડિકલ વેસ્ટનો નિકાલ ન થતો લોકોમાં રોષ
એક તરફ કોરોનાની મહામારી ચરમસીમા પર છે ત્યારે બીજી તરફ કોવીડ હોસ્પિટલ્સ માં સફાઇ પ્રત્યે બેદરકારી જોવા મળી રહી છે. અરવલ્લી જિલ્લના બાયડ માં દહેગામ રોડ ઉપર આવેલી એક ખાનગી હોસ્પિટલ ની નીચે બાયો મેડીકલ વેસ્ટ ના ઢગલા જોવા મળતા લોકો માં રોષ જોવા મળ્યો હતો.
અરવલ્લી જિલ્લામાં ખાનગી હોસ્પિટલ્સમાં કોરોના ની દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે. જોકે આ હોસ્પિટલ્સ, સફાઇ પ્રત્યે બેદરકારી રાખી રહ્યા હોવાની ઘટના સામે આવી છે. જિલ્લાના બાયડ નગરમા જય શિવાલિક હોસ્પિટલ ની નીચે બાયો મેડીકલ વેસ્ટ ના ઢગ જોવા મળ્યા હતા. હોસ્પિટલ ના નીચે મેડીકલ સ્ટોર આવેલ છે હોસ્પિટલ માથી દવા લેવા માટે મેડિકલ સ્ટોરમાં જવાનું હોય છે જ્યારે મેડિકલ સ્ટોર ની બાજુમાં જ બાયોમેડિકલ વેસ્ટના ઢગલા જોવા મળતા કોરોના સંક્રમણ ફેલાવવાનો ખતરો હોય છે
જ્યારે બાયડ દહેગામ રોડ જેની બાજુમાં જ્યાં હજારો લોકો પસાર થાય છે તેવી જગ્યા પર કોવીડ હોસ્પિટલ નો બાયો વેસ્ટ પડી રહ્યો છે જેનાથી સંક્રમણ ફેલાવાનો ભય છે. આ અંગે હોસ્પિટલ ના સંચાલકોને કેટલાક જાગૃત નાગરીક દ્રારા જાણ કરવામાં આવી હતી . જોકે હોસ્પિટલના સંચલકો દ્રારા સફાઇ કરવાની તસ્દી ન લેતા લોકોમાં રોષ છવાયો છે. એક જાહેર રસ્તા પર અને એ પણ કોવીડ હોસ્પિટલ નો બાયો મેડીકલ વેસટ પડી રહ્યો છે ત્યારે જાગૃત નાગરીકો દ્રારા જય શિવાલિક હોસ્પિટલ વિરૂદ્વ કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી રહી છે