બાયડની પ્રાથમિક શાળાના શિક્ષકને ચેરિટી કાર્યમાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ પ્રથમ ક્રમાંક અપાયો

(તસ્વીરઃ દિલીપ પુરોહિત, બાયડ) અરવલ્લી જિલ્લા ના મોડાસા તાલુકાની મહાદેવ ગ્રામ જૂથ પ્રાથમિક શાળામાં અરવલ્લી જિલ્લા પંચાયત ના પ્રમુખ લાલસિહજી ચૌહાણ ના અઘ્યક્ષ સ્થાને શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન નો કાર્યર્ક્મ યોજાયો. અરવલ્લી જિલ્લા શિક્ષણ સમિતિ ના ચેરમેન રમેશભાઇ પટેલ,
અરવલ્લી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શૈલેષભાઇ પટેલ,પૂર્વ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સ્મિતાબેન પટેલ ના વરદ હસ્તે શાલ ઓઢાડી, એવોર્ડ એનાયત કરી, પ્રમાણપત્ર અને ૨૫૦૦/- રૂપિયા નો ચેક અર્પણ કરી ને પાલડી પ્રાથમિક શાળા ના મુખ્ય શિક્ષક ધર્મેશ સોની નું સન્માન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમ માં પૂર્વ નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સમીરભાઈ પટેલ, ટી પી ઈ ઓ એન. કે. ડામોર, ટી પી ઈ ઓ લીલાબેન સુવેરા, બી આર સી, સી આર સી ઉપસ્થિત રહ્યા હતા અને શુભેચ્છાઓ પાઠવી હતી.જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ અરવલ્લી આયોજીત શ્રી રમણલાલ સોની
અને પદ્મશ્રી પન્નાલાલ પટેલ સારસ્વત સન્માન યોજના અંતર્ગત શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માનિત કાર્યક્રમ માં “ચેરીટી કાર્યમાં ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ પાલડી પ્રાથમિક શાળા ના મુખ્ય શિક્ષક ધર્મેશ સોની ને અરવલ્લી જિલ્લા કક્ષાએ પ્રથમ ક્રમ” મેળવી બાયડ તાલુકા નું નામ રોશન કરવા બદલ પાલડી પ્રાથમિક શાળા ના મુખ્ય શિક્ષક ધર્મેશ સોની” ઉપર ચારે બાજુથી ખૂબ ખૂબ અભિનંદન. ની વર્ષા થઈ રહી છે