બાયડની વારેણા આશ્રમશાળા ખાતે કોવિડ કેર સેન્ટરને ખુલ્લુ મુકાયું
આજ રોજ પ્રદેશ ભાજપા આધ્યક્ષ માનનિય શ્રી સી.આર.પાટીલ સાહેબના વરદ્દ હસ્તે વારેણા આશ્રમ શાળા, બાયડ ખાતે “કોવિડ આઇશોલેસન સેન્ટર” દિપ પ્રાગટ્ય કરી કાર્યરત કરાયુ
આજ રોજ અરવલ્લી જિલ્લા ભાજપા અને બાયડ તાલુકા સંગઠન તથા શ્રી લાલસિંહજી કે. રહેવર ચેરીટેબલ ટ્રષ્ટ ના સહયોગ થી બાયડ તાલુકા ના વારેણા આશ્રમશાળા ખાતે ૫૫ બેડ નું કોવિડ આઇસોલેશન સેન્ટર પ્રદેશ અધ્યક્ષ માનનિય શ્રી સી.આર પાટીલ સાહેબ ના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યરત કરાયું હતું, જેમાં 30 બેડ પુરુષો માટે જ્યારે ૨૫ બેડ સ્ત્રીઓ માટે રાખવામાં આવ્યા
જેમાં જમવાની અને તમામ સુવિધા સાથે પ્રાકૃતિક વાતાવરણ માં આવેલ આ આઇશોલેસન સેન્ટર આજ રોજ થી કાર્યરત થયું છે, જેને કારણે બાયડ અને આસ પાસ ના વિસ્તાર ના કોરોના દર્દીઓને પડતી અસુવિધાઓનો અંત આવશે* આ સાથે દસ જેટલી પંચાયતોમાં આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું હતું
આ પ્રસંગે પ્રદેશ મંત્રી અને અરવલ્લી જિલ્લા પ્રભારી કુ.જયશ્રીબેન દેસાઇ, અરવલ્લી જિલ્લા ભાજપા પ્રમુખ શ્રી રાજેન્દ્રભાઇ પટેલ, જિલ્લા પૂર્વ પ્રમુખ અને પ્રદેશ કારોબારી સભ્ય શ્રી ભરતસિંહજી રહેવર, જિલ્લા મહામંત્રી શ્રી શૈલેષભાઇ ભોઇ, શ્રી ભીખાજી ડામોર, બાયડ મંડલ પ્રમુખ શ્રી માનસિંહ સોઢા પરમાર, મહામંત્રી શ્રી મયુરભાઇ પટેલ, શ્રી મણીભાઇ પટેલ બાયડ શહેર પ્રમુખ શ્રી સ્નેહલભાઇ પટેલ, મોડાસા તાલુકા મહામંત્રી શ્રી અંકિતભાઇ પટેલ, યુવા મંત્રી શ્રી અમીશભાઇ પટેલ મોડાસા નગરપાલિકા પ્રમુખ શ્રીમતિ જલ્પાબેન ભાવસાર, આગેવાન શ્રી મહેશભાઇ ભટ્ટ અને આગેવાન કાર્યકર્તા ઉપસ્થીત રહ્યા હતા..