બાયડમાં કોરોનાના કપરા કાળમાં લોકોને પૈસા ઉપાડવા ATMમાં નહીં જવું પડે
(દિલીપ પુરોહિત. બાયડ), કોરોનાના સમયમાં બેંકમાં લાગતી મોટી લાઇનના કારણે કોરોના સંક્રમણનો ભય રહે છે. તેવા સમયે બાયડ તાલુકામાં પહેલું કોમ્પ્યુટર લાવનાર રાજન જોષી દ્વારા લોકોને પૈસા ઉપાડવા બેંક માં ના જવું પડે તેમજ મોબાઈલ રીચાર્જ કે ડીટીએચ રીચાર્જ માટે બજારમાં ના જવું પડે કે એટીએમ બંધ હોયતો તેના કારણે અગવડ ન પડે તે માટે મોબાઈલ એટીએમ ની સુવિધા ઉભી કરેલ છે.
જે સમગ્ર દેશમાં આ સુવિધા આપવાનો પ્રયત્ન કરી રહ્યા છે. રાજનભાઇ સાથે ની મુલાકાત દરમિયાન તેઓએ જણાવ્યું હતું કે જે લોકો પાસે એટીએમ કાડૅ ના હોય પણ તેમનું ખાતું આધારથી જોડાયેલા હશે તો પણ પૈસા ઉપાડી શકાય. આ ઉપરાંત આઇ સ્કેનરની સુવિધા ગામ અને શહેરમાં નાગરિકો માટે શરૂ કરી છે. અમારી આ સેવા થી ગામડામાં અનેક યુવાનો ને રોજગારી મળશે.