બાયડમાં જીવદયા પ્રેમીઓએ ગાયના અંતિમ સંસ્કાર ધાર્મિક વિધિથી કર્યા

બાયડમાં રખડતી બીમાર ગાયનું સારવાર દરમિયાન મોત જીવદયા પ્રેમીઓએ ગાયના અંતિમ સંસ્કાર ધાર્મિક વિધિથી કર્યા બાયડની ભૂમિને ભલે બકાસુર ની ભૂમિ કહેવાતી હોય પરંતુ અહીંયા માનવતા અને સંવેદનાનો અનોખો સંગમ જોવા મળી રહ્યો છે અને એટલે જ બાયડની અમીધારા ઉપર માનસિક વિકલાંગ મંદબુદ્ધિ ની મહિલાઓની સારી સેવા થઈ રહી છે બાયડના યુવાનોએ ગૌસેવાના ઉત્તમ દ્રષ્ટાંત પૂરા પાડયાં છે
તાજેતરમાં જ બાયડમાં રખડતી ગાયનું ગર્ભાશય બહાર નીકળી જતા મૂંગા પશુ માટે માનવતા દેખાય તાબડતોડ કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી પળ નો વિલંબ કર્યા વગર પશુચિકિત્સક ડો. કુણાલ પરમાર ડો. પ્રિયાંશી પટેલે શસ્ત્ર ક્રિયા શરૂ કરી અઢી કલાક ચાલેલી શસ્ત્રક્રિયામાં ગંભીર રીતે બિમાર ગાયનું મોત નીપજ્યું.
ગાયનું મોત નિપજતા અને ગૌવંશ પ્રેમીઓની આંખો ભરાઈ આવી ત્યારબાદ ધાર્મિક વિધિથી ગાયના અંતિમ સંસ્કાર કરાયા નોંધનીય છે કે કોઈપણ ભોગે ગાય માતાની વેદના મોથી મુક્તિ આપવાનો શુભ આશય પણ હતો પરંતુ આખરે મોત સામે પશુ ચિકિત્સકોની મહેનત હારી ગઈ પરંતુ ગાયની જે રીતે છેલ્લી ઘડીએ સેવા કરવામાં આવી તેને લઈને ગૌ માતાના આશીર્વાદ પણ પશુ ચિકિત્સકો ને જરૂર મળ્યા હશે ગાયના મૃતદેહને ધાર્મિક વિધિથી બાયડના સેવાભાવી યુવાનોએ અંતિમવિધી કરી હતી.