બાયડમાં ઠાકોર સેનાના પ્રદેશ અધ્યક્ષ અલ્પેશ ઠાકોરની સ્નેહ સંવાદ યાત્રા પહોંચી

ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા સમગ્ર ગુજરાતમાં સ્નેહ સંવાદ યાત્રા કાઢવામાં આવી રહી છે ત્યારે આ સ્નેહ સંવાદ યાત્રા પહોંચી હતી અરવલ્લીના બાયડ તાલુકામાં બાયડ તાલુકામાં પહોંચેલી સ્નેહ સંવાદ યાત્રાનું લોકો દ્વારા ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું.
બાયડ તાલુકાના ઊંટરડા, છાપરિયા, દેરોલી, ઈન્દ્રાણ, ગોતાપુર, આંબાગામ ખાતે ખાટલા બેઠક નું આયોજન કરવામાં આવ્યું હતું. જે દરમિયાન અલ્પેશ ઠાકોર દ્વારા સમાજના લોકો ને વ્યસન થી દુર રહેવા માટે અપીલ કરી હતી. અને સમાજના ઉત્થાન માટે જરૂરી સૂચનો કર્યા હતા.
ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રદેશ અધ્યક્ષ અલ્પેશ ઠાકોરની અધ્યક્ષ સ્થાને યોજાયેલ કાર્યક્રમમાં ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રદેશ ઉપપ્રમુખ અને બાયડ ના પૂર્વ ધારાસભ્ય ધવલસિંહ ઝાલા અને તાલુકા તેમજ જીલ્લાના હોદ્દેદારો સહિત ઠાકોર સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
બાયડ ના છાપરિયા ખાતે સ્નેહ સંવાદ યાત્રા દરમિયાન અલ્પેશ ઠાકોરે આપ્યું હતું મહત્વનું નિવેદન કે “ગુજરાતની ગાદી કોઈના બાપની જાગીર નથી”
દિલીપ પુરોહિત. બાયડ