બાયડમાં તસ્કરોએ મંદિર અને શાળાને પણ શિકાર બનાવી વધતો જતો ચોરીનો ઉપદ્રવ
બાયડ તાલુકામાં મંદિરોને શાળાઓ પણ સલામત નથી અરવલ્લી જિલ્લામાં ચોરી નો ઉપદ્રવ દિવસ ને દિવસે વધતો જાય છે અને ચોરીની વ્યાપક ફરિયાદો ઉઠવા પામી છે જિલ્લામાં બંધ મકાન સલામતના રહેતું હોય જો ભગવાનના મંદિરને શાળાઓ પણ સલામત ક્યાંથી રહે જિલ્લામાં વારંવાર ચોરીની ઘટના બનતા પ્રજાજનો માં ફફડાટ ફેલાયેલો રહે છે તાલુકામાં ઘરફોડ ચોરીની ટોળકી સક્રિય થઈ હોય નાઇટ પેટ્રોલિંગ સઘન બનાવવા પ્રજાજનોની ઉગ્ર માંગ ઉઠી છે
પ્રાપ્ત માહિતી પ્રમાણે અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાની કોજણ ગામ પ્રાથમિક શાળાને તસ્કરોએ શિકાર બનાવ્યાના અહેવાલ પ્રાપ્ત થયા છે. બાયડ તાલુકામાં ત્રણ દિવસમાં આ ચોરીનો ત્રીજો બનાવ છે. બાયડ તાલુકાના સાઠંબા પોલીસ મથક વિસ્તારમાં અજબપુરા અને લક્ષ્મીપુરા ગામમાં પણ મંદિરોને ચોરોએ નિશાન બનાવ્યાની હકીકત પ્રકાશમાં આવ્યા બાદ લોકોમાં ભય ફેલાયેલો રહે છે