બાયડમાં તસ્કરોએ વિજય મુહૂર્ત સાચવી ભગવાનથી શરૂઆત કરી
બાયડ: મંદિરમાં ભગવાન પણ સલામત નથી બાયડના ગ્રામ્ય વિસ્તારના બે મંદિરમાં હાથ સાફ કર્યા બાયડ પોલીસે ચોઈલા મંદિર માં થયેલી ચોરીનો ભેદ ૧૨ કલાકમાં ઉકેલી નાખ્યો આઠ ઘર ફોડ તસ્કરી કરનાર રૂ 4.57 લાખ ની મતા સાથે મહીસાગર નો ચોર ઝડપાયો બાય ડ માં શનિવારની રાત્રિએ સાઈબાબા અને બહુચર માતાજી ના મંદિરને ટાર્ગેટ બનાવી ભગવાનનો ડર રાખ્યા વગર ચોરી નો અંજામ આપ્યો હતો
પોલીસે 12 કલાક કરતા ઓછા સમયમાં તસ્કરી કરતી ટોળકીના સાગરીતને ઝડપી પાડી રૂ 4 .57 380 નો મુદ્દામાલ કબજે લઇ આઠ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી નાખી પંચમહાલ જિલ્લાની તસ્કરી ટોળકીને પકડી પાડવા બાયડ પી.એસ.આઇ કેકે રાજપૂતે કવાયત હાથ ધરી છે બાયડ અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારો અને મંદિરને ટાર્ગેટ બનાવી છેલ્લા પાંચ માસમાં આઠ ચોરીઓ ને અંજામ આપી તરખાટ મચાવતા જિલ્લા પોલીસ વડા મયુર પાટીલની નિર્દેશ ના આધારે પીએસઆઇ કેકે રાજપૂતે સ્ટાફના કરણસિંહ નરેન્દ્ર સિંહ વરદાન મહેશભાઈ અને સંદિપકુમાર રવિ કુમાર વિક્રમસિંહ બે ટીમો બનાવી સ્ટાફ પેટ્રોલિંગ કરતો હતો
તે દરમિયાન બાયડ બસ સ્ટેશન પાસેના વિસ્તારમાં એક સખ્સ શકમંદ હાલતમાં જણાતો પોલીસે પૂછપરછ કરતો નરપત ભાઈ અણદાભાઈ બારીયા રહે ડામોર ચારેલ ફળિયુ પોચ મુડા સંતરામપુર જિ મહીસાગર હોવાનું જણાવતો પોલીસે તેની તલાસી લેતા તેની પાસેથી ભગવાન અને માતાજીની મૂર્તિ ના આભુષણો રોકડ રકમ તેમજ લોખંડના સળિયા કાપવા નો ડાંગ અર પૂણી પકડ અને પાંચ ચપ્પા મળી આવ્યા હતા જે ચોઈલા સાઈ મંદિર અને બહુચરાજી મંદિર માંથી ચોરવાનું જણાવતો પોલીસે પૂછપરછ કરતા બાયડ રડોદરા ગાબટ સાઠંબા તેમજ ચોઇલા માં આઠ ચોરીઓની અંજામ આપી હોવાની કબૂલાત કરી હતી