બાયડમાં નદી બે કાંઠે વહી નવા નીર આવતા ખેડૂતો ખુશખુશાલ
અરવલ્લી જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયાથી સતત વાદળછાયું વાતાવરણ છવાયેલું રહેતું હતું પરંતુ વરસાદના આવતા વાતાવરણમાં ઉકળાટ વધતા અને અસહ્ય ઉકળાટ વચ્ચે જિલ્લાવાસીઓ પરેશાન થઈ ચૂક્યા હતા પરંતુ વાતાવરણમાં અચાનક પલટો આવતા છેલ્લા ત્રણ દિવસથી બાયડ પંથકમાં એકથી દોઢ ઇંચ જેટલો વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અને વરસતા વરસાદને કારણે ખેડૂતો ખુશખુશાલ મુદ્રામાં જોવા મળ્યા હતા વરસાદ ખેંચાતા પાક નિષ્ફળ જવાની ખેડૂતોને ભીતિ સેવાઈ હતી અને ખેડૂતો ચિંતાતુર હતાં પરંતુ તાલુકામાં વરસાદી માહોલ જામ્યો છે ત્યારે સારા પાકની આશાએ ખેડૂત પુત્રો આનંદની લાગણી અનુભવે છે.
જ્યારે બાયડની ખારી નદીમાં નવા નીર ઉમેરાતા ઘોડાપૂર જેવા દ્રશ્યો સર્જાયા હતા. સિઝનમાં પહેલી વખત નદી બે કાંઠે થતા લોકોમાં ખુશી જોવા મળી હતી બાયડની વાત્રક નદીમાં તેમજ દખણેશ્વર થઈ જતી નદીમાં પણ નવા નીર ઉમેરાતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી દિલીપ પુરોહિત. બાયડ