બાયડમાં શક્તિવર્ધક ઉકાળાનું વિતરણ કરાયું
નિયામકશ્રી આયુષ અને જિલ્લા આયુર્વેદ અધિકારીશ્રી અરવલ્લી ના માર્ગદર્શન હેઠળ તારીખ 19 અને 20 માર્ચ 2020 ના રોજ બાયડ એસ.ટી.ડેપો. સામુહિક આરોગ્ય કેન્દ્ર અને મામલતદાર કચેરી એમ વિવિધ સ્થળોએ રોગ પ્રતિકારક શક્તિવર્ધક અમૃતપેય ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું મેડીકલ ઓફિસરશ્રી ઓ વૈધ જે.એન કટારા વૈધ અમિતા બેન પટેલ વૈધ બાલ કૃષ્ણ વી પ્રજાપતિ દ્વારા ઉકાળા કેમ્પનું આયોજન કરવામાં આવેલ બહોળા પ્રમાણમાં જનતાએ ઉકાળાનો નો લાભ લીધેલ આ સાથે ડો. જ્યોતિબેન પટેલ હોમીઓપેથી મેડિકલ ઓફિસર દ્વારા કોરા ના વાયરસ પ્રતિ શોધક હોમિયોપેથી ડોજ નું વિતરણ કરવામાં આવ્યું.