બાયડમાં હિન્દુ યુવા વાહિનીના યુવાનો દ્વારા ચીનની વસ્તુઓનો બહિષ્કાર
હિન્દુસ્તાન ની સીમા પર ચીન ના નિંદનીય અપરાધ બાદ સમગ્ર દેશભર માં રોષ નો માહોલ જોવા મળી રહ્યો છે. કેટલાય ઠેકાણે ચીન ની પ્રોડક્ટ્સ નો બહિષ્કાર કરવા માં આવી રહ્યો છે.
હિંદુસ્તાન ની જનતા પોતાના દેશ ના વીર વીસ સપૂતો ને ગુમાવી ને અત્યંત દુઃખી છે તો તેની સાથે સાથે ચીન જેવા પીઠવાર કરનારા દેશ પ્રત્યેય લાલ આંખ કરી ને ઉભી પણ થઇ છે. દેશ નો દરેક નાગરિક હવે ચીને કરેલા આ પીઠવાર નો જડબાતોડ જવાબ આપવા માટે તૈયાર થઈ ગયો છે.દેશ માં ચાલી રહેલા આવા માહોલ વચ્ચે ” હિન્દૂ યુવા વાહીની સંગઠન” બાંયો ચઢાવી ને કાર્યરત થઈ ગયું છે.
જેમાં બાયડ તાલુકા માં હિન્દૂ યુવા વાહીની ના યુવાનો દ્વારા કેટકેટલાય ઠેકાણે ચીન નો પ્રતિકાર કરતા , ચીન ની વસ્તુઓ તથા ચીન ની ટિકટોક જેવી એપ્લિલેશનો નો બહિષ્કાર કરતા બેનરો તથા પોસ્ટરો લગાવવામાં આવ્યા.જનજાગૃતિ કરી ને ચીન નો બહિષ્કાર કરવા માટે બાયડ તાલુકા માં કાર્યરત હિન્દૂ યુવા વાહિની ના અધ્યક્ષ જયકીશન ભટ્ટ તથાઅક્કી દરજી શૈલેષ બારોટ દિપ પટેલ જયકલ પટેલ જેવા યુવાનો એ એક થઇ ને ચીન નો બહિષ્કાર કરવા માટે બાયડ ની તથા સમગ્ર રાજ્ય ની જનતા ને ચીન ની પ્રોડકટસ નો ત્યાગ કરવા માટે બેનરો લગાવી ને અપીલ કરી હતી.આવો આપણે સૌ એકજુટ થઈ ને ચીન ના આ નિંદનીય અપરાધ નો જડબાતોડ જવાબ તેમની પ્રોડક્ટ્સ તથા એપ્લિકેશનો નો બહિષ્કાર કરી ને આપીએ.