બાયડ આરોગ્ય કેન્દ્ર દ્વારા જૂન માસની મેલેરિયા વિરોધી માસ તરીકે ઉજવણી કરવામાં આવી
જૂન માસને મેલેરિયા વિરોધી માસ તરીકે ઉજવણી કરવામાં આવે છે,જે અંતર્ગત બાયડ તાલુકાના આરોગ્ય ખાતાના તાબા હેઠળ આવતા ગ્રામ્ય વિસ્તારના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ખાતે જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી, જિલ્લા મેલેરિયા અધિકારીશ્રી, તેમજ બાયડ તાલુકા આરોગ્ય અધિકારીશ્રી ડૉ. ડી.સી.પરમાર માર્ગદર્શન હેઠળ મેલેરિયા વિરોધી માસની ઉજવણી કરવામાં આવી હતી.
મેલેરિયા માસની ઉજવણી અંતર્ગત લોકોમાં જાગૃતિ ફેલાય તે માટે ગપ્પી ફીશ નિદર્શન, મચ્છરદાની નિદર્શન, જૂથ ચર્ચા, લઘુ શિબિર, પોરા નિદર્શન જેવી વિવિધ આરોગ્યલક્ષી પ્રવૃત્તિઓનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું…..