બાયડ એસ.ટી ડેપો ખાતે કર્મચારીઓનો રેપિડ એન્ટીજન ટેસ્ટ કરાયા

કોરોના ની મહામારીમાં જિલ્લાના નાગરિકોને કોરોનાવાયરસ ના સંક્રમણથી સુરક્ષિત રાખવા અને રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય અને તેમની તંદુરસ્તી જળવાઇ રહે તે માટે સરકારશ્રીના આદેશ અનુસાર જિલ્લા આયુર્વેદ અધિકારી ની રાહબરી હેઠળ આયુષ મંત્રાલયના દિશા નિર્દેશ પ્રમાણે જિલ્લા તાલુકા અને ગ્રામ્ય સ્તર સુધીના આરોગ્યના કર્મીઓ સતત અવિરતપણે પોતાની ફરજો અદા કરી રહ્યા છે
![]() |
![]() |
આમ છતાં પણ હજુ નાગરિકો તેને ગંભીરતાથી લઈ રહ્યા નથી અને સોશીયલ ડિસ્ટન્સ પણ જળવાતું નથી તેથી નાગરિકોમાં ગંભીરતા આવે અને નાગરિકો માં જાગૃતિ આવે અને કોરોનાવાયરસ ના સંક્રમણને વધુ ફેલાતો અટકાવવા શકાય તે હેતુથી તાલુકા હેલ્થ ઓફિસર ના માર્ગદર્શન હેઠળ તા, ૧૧/ ૯ /૨૦૨૦ ના રોજ બાયડ ડેપો ખાતે આરોગ્ય વિભાગ દ્વારા બાયડ ડેપોના તમામ સ્ટાફ નો રેપેડ એન્ટીજન ટેસ્ટ માટે ૨૯ સેમ્પલ લેવામાં આવ્યા હતા જે તમામ ૨૯ સેમ્પલ નેગેટિવ આવ્યા હતા જ્યારે તા, ૧૦/૯ /૨૦૨૦ ના રોજ ૩૦ સેમ્પલ લેવામાં આવ્યા હતા એ તમામે તમામ નેગેટિવ આવ્યા હતા. દિલીપ પુરોહિત. બાયડ