Western Times News

Gujarati News

બાયડ ક્ષત્રિય-ઠાકોર સમાજ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સામે ભારે રોષ

સમાજ વિરુદ્ધ કરેલી ટિપ્પણી મુદ્દે બાયડ પ્રાંતને આવેદન પાત્ર 

વિધાનસભામાં તાજેતરમાં ગીરમાં સિંહોના મોત મામલે થયેલ ચર્ચામાં કોંગ્રેસના ધારાસભ્યોએ આક્ષેપ કરતા જવાબમાં નાયબ મુખ્યમંત્રીએ અમારે ત્યાં સિંહોને રક્ષણ મળે છે કહી તેમના મંત્રીઓ અને ધારાસભ્યના નામ લીધા પછી હવેતો ઠાકોરોની પણ સંખ્યા વધી હોવાનું જણાવતા કોંગ્રેસના ધારાસભ્ય બળદેવસિંહ ઠાકોરે કોમેન્ટ કરી કે અમે તો ઠાકોરને સીએમ બનાવ્યા હતા ત્યારે નીતિન પટેલે માધવસિંહ ક્ષત્રિય છે અને માધવસિંહ અને ભરતસિંહને કહો કે જાહેર કરે કે તેઓ ઠાકોર છે કે ક્ષત્રિય…!!

ક્ષત્રિય-ઠાકોર સમાજ અને સેનાના નામે કોંગ્રેસ માંથી ધારાસભ્ય બનેલા અને રાજ્યસભા સાંસદની ચૂંટણી પછી ભાજપમાં જોડાયેલા અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાએ નાયબ મુખ્યમંત્રીના ક્ષત્રિય-ઠાકોરના વિવાદિત નિવેદન પછી ચુપકીદી સાધી લેતા સમાજમાં બંને ધારાસભ્યો સામે રોષ પ્રવર્તી રહ્યો છે ક્ષત્રિય-ઠાકોર સેનાના કાર્યકરોમાં પણ છૂપો રોષ પ્રવર્તી રહ્યો છે.

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના વિવાદિત નિવેદન કરતા ઉત્તર ગુજરાતમાં ક્ષત્રિય-ઠાકોર સમાજમાં નીતિન પટેલ સામે ભારે રોષ પ્રવર્તી રહ્યો છે સોશ્યલ મીડિયામાં પણ ક્ષત્રિય-ઠાકોર સેનાએ રોષ ઠાલવ્યા પછી અરવલ્લી જીલ્લાના બાયડ તાલુકાના ક્ષત્રિય-ઠાકોર સમાજના અગ્રણીઓ અને યુવાનોએ બાયડ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી રોષ ઠાલવ્યો હતો આવેદનમાં જણાવ્યા અનુસાર, નીતિન પટેલની રાજીનામાની માંગ કરી ગુજરાતમાં ક્યાંય પણ પ્રવેશબંધી ની જાહેરાત કરી હતી નીતિન પટેલે હંમેશા ઠાકોર સમાજ વિરુદ્ધ ઝેર ઓક્યું છે અને તેમની હલકી ગુણવત્તા વાળી માનસિકતા પ્રજાજનો સામે છતી થઈ હોવાનું જણાવ્યું હતું

ક્ષત્રિય-ઠાકોર સમાજના યુવા અગ્રણી મહેશસિંહ સોલંકીએ અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાએ મૌન સેવી લેતા જણાવ્યું હતું કે બંને નેતાઓ અતિમહત્વ કાંક્ષી હોવાથી અને ભાજપમાં જોડાયા હોવાથી મૌન ધારણ કરી લીધું હોવાનો આક્ષેપ કર્યો હતો

 

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.