બાયડ-ગાબટ માર્ગ પર અદાના છાપરા નજીક સીમમાં આવેલા કુવામાંથી શંકાસ્પદ હાલતમાં લાશ મળી
અરવલ્લી જીલ્લાના બાયડ તાલુકામાં બાયડ-ગાબટ માર્ગ પર અદાના છાપરાની સીમમાં આઈ ટી આઈ નજીક આવેલા કુવામાંથી એક લાશ મળી હોવાના માહિતી પ્રાપ્ત થઈ છે. સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ, બાયડ-ગાબટ માર્ગ પર આવેલા અદાના છાપરા ગામની સીમમાં બાયડ આઈ. ટી. આઈ નજીક આવેલા કુવામાં એક લાશ તરતી હોવાની વાત વાયુવેગે વહેતી થતાં લોકોનાં ટોળેટોળાં ઉમટી પડ્યાં હતાં.
ઘટનાની જાણ થતાં બાયડ પોલીસે ઘટના સ્થળે પહોંચી લાશ બહાર કઢાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી લાશનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી. મરનાર યુવાન સુંદરપુરા ગામનો સોલંકી નગીનભાઈ પુંજાભાઈ ઉં વ. ૨૪.હોવાની હકીકત જાણવા મળેલ છે. મોતનું કારણ અકબંધ છે. યુવક ગઈ કાલે બપોરનો ઘરેથી કહ્યા વગર નીકળી ગયો હતો. યુવકના પરિવારજનો યુવકની શોધખોળ ચલાવી રહ્યા હતા. ત્યારે યુવકની લાશ કુવામાંથી તરતી મળી આવતાં પરિવારજનો શોકમાં ગરકાવ થઈ ગયા હતા.
દિલીપ પુરોહિત. બાયડ