બાયડ જય અંબે મંદબુદ્ધિ આશ્રમે ગુમસુદા મહિલાનું પરિવાર સાથે મિલન કરાવ્યું

સેવા એજ જીવન ના મંત્ર ને વળેલી અનેક ગુમશુદા મહિલાઓના આશ્રયસ્થાન બનેલ જય અંબે મંદબુધ્ધિ મહિલા સમાજ સેવા ટ્રસ્ટ,બાયડને તા:18/02/2020 ના રોજ એક ગુમશુદા મહિલા નું પરિવાર સાથે મિલન કરાવી બીજી એક એટલે કે 95મી સફળતા કરી છે..નામ:(આશ્રમ દ્વારા)લક્ષ્મિબેન (સાચું નામ) લક્ષ્મિબેન કમલેશભાઈ પટેલ ગામ:ખારાઘોડા તા.પાટડી જીલ્લો સુરેંદ્રનગર તેઓ તેમના ઘરેથી છેલ્લા 18 મહિના થી નીકળી ગયા હતા.તેમના પરિવારની શોધ ખોળ કરતા તેમના પરિવારની માહિતી મળતા આજ રોજ તેમના પતિ કમલેશભાઈ પટેલ આશ્રમમાં આવ્યા હતા.આશ્રમ દ્વારા તેમના પરિવાર સાથે સુખદ મિલન કરાવવામાં આવ્યું હતું. તેમનિ પત્ની 18 મહિના પછી મળતા તેમની આંખમાં સુખના આસુ આવી ગયા હતા . તેઓએ આશ્રમના પ્રમુખ અશોક્ભાઈ જૈન તથા તેમની ટીમ ને લાખ લાખ અભિનદંન પાઠવ્યા હતા. તેમજ આશ્રમમાં અત્યાર સુધીમાં 94 જેટલી બહેનોને પોતાના વતન મહારાષ્ટ્ર,રાજસ્થાન,યુ.પી,દિલ્હી,પંજાબ,હરિયાણા, આધ્રપર્દેશ,અને ગુજરાતના અનેક જિલ્લામાં પોતાના પરિવાર સાથે મિલન કરાવવામાં સફળતા મળી છે