બાયડ તક્ષશિલા વિદ્યાલય ખાતે ભાજપ યુવા મોરચા દ્વારા દિગ્વિજય દિન અન્વયે જ્ઞાનને વંદન કાર્યક્રમ યોજાયો
બાયડ શહેર બાયડ તાલુકા ભારતીય જનતા યુવા મોરચા દ્વારા કોરોના મહામારી ને લઈને જૂજ સંખ્યામાં ભારતીય જનતા યુવા મોરચા દ્વારા સોશિયલ ડિસ્ટન્સ જાળવી દિગ્વિજય દિન કાર્યક્રમ યોજવામાં આવ્યો જેમો ભાજપ યુવા શહેર પ્રમુખ તપનભાઈ એ સ્વામી વિવેકાનંદે શિકાગોમાં આપેલા ભાષણ ની ઝાંખી કરાવી હતી અને તેમણે કહ્યું હતું કે આજથી ૧૨૭ વર્ષ પહેલા ૧૧ સપ્ટેમ્બર ૧૮૯૩ના રોજ સ્વામી વિવેકાનંદે શિકાગોમાં એક ઐતિહાસિક ભાષણ આપ્યું હતું તેમણે ઉમેર્યું સ્વામી વિવેકાનંદ વેદાંતના પ્રખ્યાત અને પ્રભાવશાળી આધ્યાત્મિક શિક્ષક હતા તેમનું અસલી નામ નરેન્દ્રનાથ દત્ત હતું
તેમણે યુ. કે .માં ૧૮૯૩માં શિકાગોમાં યોજાયેલી વર્લ્ડ રીલીજન જનરલ એસેમ્બલીમાં ભારત વતી પ્રતિનિધિત્વ કરેલું હતું ભારતમાં સ્વામી વિવેકાનંદ ને સંત માનવામાં આવે છે તેમણે કહ્યું હતું મને ગર્વ છે કે હું એ દેશનો છું જેણે બધા ધર્મના લોકોને આશ્રય આપ્યો છે મને ગર્વ છે કે હું એવા ધર્મ નો છું જેણે વિશ્વના સહનશીલતા અને વૈશ્વિક સ્મૃતિઓ નો પાઠ શીખવ્યો છે અને ભારતીય યુવા મોરચાના કાર્યકરોને શિકાગોના ભાષણ નુ પ્રવચન પણ સંભળાવવામાં આવ્યું હતું ત્યારબાદ સ્વામી વિવેકાનંદના દિપ પ્રાગટ્ય કરી ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાના કાર્યકરો દ્વારા વંદના કરવામાં આવી હતી. દિલીપ પુરોહિત. બાયડ