બાયડ તાલુકાના આંબલીયારા પ્રાથમિક શાળામાં ૧૦ બેડ સાથે આઇસોલેશન વોર્ડ શરૂ કરાયા
કોરોના નું સંક્રમણ ગામડામાં પણ દિનપ્રતિદિન સંક્રમણ નો વ્યાપ વધતો જાય છે ત્યારે બાયડ તાલુકા ના આબલીયારા ખાતે આવેલી પ્રાથમિક શાળામાં ગામના પોઝિટિવ દર્દીને સેલ્ફ આઇસોલેટે માટે ૧૦ બેડ સાથે બે આઇસોલેશન વોર્ડ શરૂ કરવામાં આવ્યા બાયડ તાલુકામાં આવેલ આંબલિયારા ગામમાં કોરોના ની ચેઇન તોડવાના ભાગરૂપે આંબલીયારા ગ્રામ પંચાયત દ્વારા ગામની પ્રાથમિક શાળામાં ૧૦ બેડ સાથે બે આઇસોલેશન વોર્ડ શરૂ કરવામાં આવ્યા સ્વચ્છ અને હવા-ઉજાસ સાથેના તૈયાર કરવામાં આવેલા બંને વોર્ડમાં જરૂરી તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી ગામમાં કોઈપણ વ્યક્તિ ને કોરોના પોઝિટિવ દરમિયાન સેલ્ફ આઇસોલેટે થવા માટે આઈસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવ્યા છે આંબલીયારા ગામના સરપંચ કમલેશભાઈ પટેલ સભ્ય જતીનભાઈ પટેલ. સુરેશભાઈ પટેલ તથા બાબુભાઈ હાજર રહ્યા હતા