બાયડ તાલુકાના ઓઢા પંચાયતમાં આવેલુ મેરા ટેબા ગામ આઝાદીના વર્ષો પછી પણ વિકાસથી વંચિત
(પ્રતિનિધિ)બાયડ, બાયડ તાલુકાના ઓઢા પંચાયત માં આવેલું મેરા ટેબા ગામ આઝાદીના આટલા વર્ષો પછી પણ વિકાસથી વંચિત જોવા મળી રહ્યું છે આજ દિન સુધી આવવા જવા માટે રસ્તો ના બનતા ગામ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
ઓઢા પંચાયત ના સરપંચ વિપુલ ભાઈ ના જણાવ્યા મુજબ રસ્તાનો વર્ક ઓર્ડર પણ મળી ગયો છે પણ કયા કારણો સર રસ્તાનું કામ ચાલું કરવામા આવતું નથી.
સરપંચ તથા. ગામ લોકો દ્વારા તાલુકામાં વારંવાર રજુઆતો કરવામાં આવવા છતા રસ્તાનું કામ ચાલું કરવામાં આવ્યું નથી. ગામમાં ૭૦થી૮૦મકાન આવેલા છે ગામમાં ૧૦૦ટકા વસ્તી ઠાકોર સમાજ ની આવેલી છે મેરા ટીંબા થી કલાજી દૂર હોવાથી લગભગ ૨કિ.મી. દૂર હોવાથી બાળકો સ્કૂલમાં જઈ શકતાં નથી.
રસ્તા વચ્ચે કાદવ-કીચડ હોવાથી કોઈપણ વ્યક્તિ ગામનું બીમાર હોય તો ખાટલા માં મુકી ને લઇ જવું પડે છે કલાજી સુધી. અને ઘણીવાર વધારે બીમાર હોવાથી ૧૦૮ પણ ટાઈમ સર આવી શકતી નથી ગામમાં ડેરી હોવાથી ડેરીનું દૂધ ભરીને ગામ માં રસ્તો ના હોવાથી દૂધ મુકવા માટે કલાજી જવું પડે છે તે પણ સાઇકલ દ્વારા મુકવા જવું પડે છે.
આવી કેટલીય મુશ્કેલીઓનો સામનો ગામના લોકો કરી રહ્યા છે થોડોક વરસાદ વરસતા આવી પારાવાર મુશ્કેલીથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે તંત્ર નિદ્રામાંથી જાગી આ દિશામાં ઘટતું ક્યારે કરે છે તે જોવાનું રહ્યું.