બાયડ તાલુકાના ગાબટ ગામે ગંદકીનું સામ્રાજ્ય ગ્રામજનો ત્રાહિમામ
અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના ગાબટ ગામે કેટલાક સમયથી વિકાસના કામો ના અભાવે ગામમાં પ્રાથમિક સુવિધાઓના અભાવ છે રસ્તા ઉપર ભરાયેલા ગંદા પાણી ના દુર્ગંધથી ગ્રામજનો ત્રાહિમામ્ પોકારી ઊઠયા છે સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસ ની બીમારી ને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા મહામારી જાહેર કરવામાં આવી છે
અને સરકાર દ્વારા સતત સ્વચ્છતા જાળવવા લાખો રૂપિયા ગ્રાન્ટ ફાળવી સ્વચ્છતા માટે સતત અપીલ કરવામાં આવે છે અને બીજી બાજુ છેલ્લા કેટલાક સમયથી બજાર વચ્ચે પાણી ભરાયેલું નજરે પડે છે આવી ગંદકીના સામ્રાજ્યથી મેલેરિયા અને પાણીજન્ય રોગો ફેલાવવાની દહેશત સેવાઇ રહી છે અને ખરાબ દુર્ગંધથી ગ્રામજનો ત્રાહિમામ પોકારી ઉઠયા છે જ્યારે આ કાદવ કિચડ રૂપી ગંદકીનું સામ્રાજ્ય દૂર કરવા પંચાયતને પણ વારંવાર રજૂઆતો કરી છે
છતાં તંત્રના પેટમાંથી પાણી પણ હલતું નથી જ્યારે ગામમાં ફેલાયેલી પારાવાર ગંદકી પર ધ્યાન ગયું નથી કે પછી આંખ આડા કાન કરી નજર અંદાજ કરવામાં આવે છે ગાબટ ગામના બજારમાં જાહેર માર્ગો ઉપર જ્યાં જુઓ ત્યાં ગંદકી જ ગંદકી જોવા મળી રહી છે.
બહારથી કામ અર્થે આવતા લોકોના મનમાં કાયમ માટે પ્રશ્ન ઉદ્દભવે છે,કે સ્થાનિક પંચાયતના સરપંચ કે તલાટીને ગામના જાહેર માર્ગો પર ફેલાયેલી ગંદકી નજરે ચઢતી નથી કે તેમના દ્વારા ગંદકી દૂર કરવા બાબતે કોઈ પગલાં લેવામાં આવતાં નથી ગાબટ ગામના જાહેર માર્ગો પર કાયમ માટે રહેતી ગંદકીના કારણે ગામના સ્થાનિકો તેમજ બહારથી કામ અર્થે આવતા લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે.
તેમજ ગામમાં મચ્છર જન્ય રોગચાળો ફેલાવાની દહેશત રહેલી છે. ગાબટ ગામમાં જાહેર માર્ગોપર રહેલી આટલી બધી ગંદકી હોવા છતાં સ્થાનિક પંચાયત દ્વારા સ્વચ્છતા માટે કોઈ પગલાં લેવામાં આવતા નથી.અને ગામમાં સ્વચ્છતા બાબતે પંચાયતની ઘોર બેદરકારી જોવા મળી રહી છે…
વિશ્વ આખું જ્યારે કોરોના સંક્રમણનો સામનો કરી રહ્યું છે,ત્યારે સ્થાનિક પંચાયત દ્વારા સ્વચ્છતા બાબતે કરવામાં આવી રહેલી આવી ઘોર બેદરકારી ગ્રામજનોને અન્ય કોઈ બીમારીમાં ધકેલી દે તો નવાઈ નહી…. તંત્ર આ દિશામાં યોગ્ય પગલાં ભરે તેવી કામ લોકોની ઉગ્ર માગણી છે. દિલીપ પુરોહિત બાયડ