બાયડ તાલુકાના ગામોમાં વ્રજ-વેદાંંશી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સતત તેર દિવસથી નિઃશુલ્ક વ્રુક્ષારોપણ અભિયાન ચાલી રહ્યું છે
વ્રજ-વેદાઁશી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સતત તેર દિવસથી બાયડ તાલુકાના ( રડોદરા, આંબાગામ કોટડા, ટોટુ ,બારીયાના મુવાડા , અહમદપુરા , ચોઈલા , સુંદરપુરા પાટીયા.તથા બાયડની મોટાભાગની જે સોસાયટીમાંથી ફોન આવે છે ત્યાં ટ્રસ્ટના સભ્યો દ્વારા નિ શુલ્ક એક પણ રૂપિયો લીધા વગર તેમના ઘરે જઇને વૃક્ષારોપણ નો કાર્યક્રમ કરવામાં આવી રહ્યો છે
મોટાભાગના દરેક ગામોની અંદર ગ્રામ પંચાયતના સરપંચ તથા ગામના આગેવાનોના સાથ સહકારથી ટ્રસ્ટ દ્વારા નિ શુલ્ક ગામની પંચવટી ગ્રામપંચાયતના આગળ જગ્યા પ્રાથમિક શાળા સ્મશાન વિભાગ તથા ગામતળની જગ્યા જયાં તારની વાડહોય એવી જગ્યાએ વૃક્ષારોપણ કરવામાં આવી રહ્યું છે જ્યાં છોડની જાળવણી થઈ શકે તથા ઘરદીઠ પણ વૃક્ષોનું વિતરણ કરવામાં આવે છે
ચેરીટેબલ ટ્રસ્ટનો મુખ્ય ઉદ્દેશ છે લીલી હરિયાળી લાવવાનો છે અને કોરોનામાં મૃત્યુ પામેલા જે વ્યક્તિઓ છે એમના ઘરવાળા તરફથી ફોન આવે તો ટ્રસ્ટના સભ્યો દ્વારા તેમના ઘરે જઈને નિશુલ્ક વૃક્ષારોપણ કરી આપવામાં આવી રહ્યું છે આ ટ્રસ્ટ દ્વારા સતત ત્રણ વર્ષથી નિ શુલ્ક વૃક્ષારોપણ કરવામાં આવે છે
બાયડ તાલુકા પંચાયતની અંદર તાલુકા વિકાસ અધિકારી તથા બાયડ તાલુકા પંચાયતના કર્મચારીઓના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું અને બાયડ તાલુકાની અંદર બાયડ તાલુકાના પ્રમુખ ઉપપ્રમુખ તથા નગરપાલિકાના સભ્યો દ્વારા સરસ સફળ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
દિલીપ પુરોહિત. બાયડ