બાયડ તાલુકાના ચોઈલા ગામે પંચાયત આગળ જ ગંદકીનું સામ્રાજ્ય ગ્રામજનો ત્રાહિમામ્
અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના ચોઇલા ગામે કેટલાક સમયથી વિકાસના કામો ના અભાવે ગામમાં પ્રાથમિક સુવિધાઓના અભાવ છે પાણી રસ્તા પર વહેતા પાણીની દુર્ગંધથી ગ્રામજનો ત્રાહિમામ્ પોકારી ઊઠયા છે સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસ ની બીમારી ને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા મહામારી જાહેર કરવામાં આવી છે અને સરકાર દ્વારા સતત સ્વચ્છતા જાળવવા લાખો રૂપિયા ગ્રાન્ટ ફાળવી સ્વચ્છતા માટે સતત અપીલ કરવામાં આવે છે અને બીજી બાજુ છેલ્લા કેટલાક દિવસથી પંચાયત આગળ ફેલાયેલા ગંદકીના સામ્રાજ્યથી મેલેરિયા અને પાણીજન્ય રોગો ફેલાવવાની દહેશત સેવાઇ રહી છે અને ખરાબ દુર્ગંધથી ગ્રામજનો ત્રાહિમામ પોકારી ઉઠયા છે.
જ્યારે આ કાદવ કિચડ રૂપી ગંદકીનું સામ્રાજ્ય દૂર કરવા પંચાયતને પણ વારંવાર રજૂઆતો કરી છે છતાં તંત્રના પેટમાંથી પાણી પણ હલતું નથી જ્યારે ચોઈલા ગામ કોઇ અંતરિયાળ વિસ્તારમાં આવેલું ગામ નથી પરંતુ તાલુકા મથકથી ફક્ત ત્રણ કિ,મી, દૂર બાયડ દહેગામ હાઇવે પર આવેલું ગામ છે છતાં પણ તાલુકા વિકાસ અધિકારીને ચોઇલા ગામમાં ફેલાયેલી પારાવાર ગંદકી પર ધ્યાન ગયું નથી કે પછી આંખ આડા કાન કરી નજર અંદાજ કરવામાં આવે છે