બાયડ તાલુકાના ડેમાઈ ગામે સ્ટેટ હાઇવે પરનાં દબાણ PWD દ્વારા દુર કરાયાં
બાયડ તાલુકાના ડેમાઈ ગામમાંથી સ્ટેટ હાઈવે પસાર થાય છે. ભરચક ભારે વાહનોની અવરજવર વાળા આ માર્ગ પર બંને બાજુએ દુકાનો આવેલી છે. અને દુકાનો આગળ લારીઓવાળા અડીંગો જમાવીને ઉભા હોય છે
જ્યારે બીજી બાજુ ટ્રાફિક માં ફરતા શટલિયા તંત્રના છૂપા આશીર્વાદ થી દુકાનોની આગળ પેસેન્જર માટે ઊભા હોય છે જ્યારે બીજી બાજુ દુકાનદારો અને રહીશો દ્વારા કરવામાં આવેલા દબાણોને લીધે પગે ચાલતા રાહદારીઓ, દ્વિચક્રી વાહનો, ભારે વાહનોની અવરજવરમાં અવરોધ સર્જાતો હતો. જેના ઘણી વખત નાના મોટા અકસ્માતો સર્જાવાની દહેશત રહેતી હતી.
જે બાબતો જાહેર માર્ગ અને બાંધકામ વિભાગના ધ્યાન પર આવતાં તંત્ર સફાળું જાગ્યું છે અને આજરોજ સ્ટેટ હાઇવે પરનાં તમામ દબાણો દૂર કરવામાં આવ્યા