બાયડ તાલુકાના નાગાનામઠ(લાૅક) ગામે વિજતારમાંથી તણખા પડતાં ઘઉંનો પાક બળીને રાખ થઇ ગયો
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/04/01-5-1024x580.jpg)
બાયડ તાલુકામાં અવારનવાર વિજતાર તુટવાના કારણે કે ઢીલા વિજતાર ભેગા થતાં તણખા ઝરતાં ઘઉંનો ઉભો પાક બળી જવાના બનાવો ચાલુ વર્ષે વધુ પ્રમાણમાં સામે આવી રહ્યા છે બાયડ તાલુકાના નાગાનામઠ (લાૅક) ગામે પંદર દિવસના સમયગાળામાં ફરી એક વાર જીવતો વિજતાર તુટતાં તૈયાર થયેલ ઘઉંના ખેતરમાં આગ લાગી હતી. ઝાલા સુરેન્દ્રસિહ અદેસિહે પટેલ રમેશભાઈ જશુંંભાઈના ખેતરમાં વાવેલ પાકમાં જોતજોતામાં આગની જ્વાળાઓએ પ્રચંડ સ્વરૂપ ધારણ કરતાં અંદાજીત ત્રણ વિઘા જમીનમાં તૈયાર થયેલ ઘઉંનો પાક બળીને રાખ થઇ ગયો હતો ખેડુતોના જણાવ્યા અનુસાર વિજ કંપનીની બેદરકારીના કારણે આ એક જ ગામમાં બીજીવાર ઉભા પાકમાં આગ લાગવાનો બનાવ બન્યો છે.. ખેતરમાંથી પસાર થતી વિજ લાઈનોના સમારકામ માટે વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ જ પ્રકારની કામગીરી વિજતંત્ર દ્વારા કરવામાં આવતી નથી.