બાયડ તાલુકાના પાલડી પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષકની સરાહનીય કામગીરી
બાયડ તાલુકાની (ગ્રામીણ વિસ્તાર ની) પાલડી પ્રાથમિક શાળા ના મુખ્ય શિક્ષક ધર્મેશ સોની તરફથી કોરોના જેવી વૈશ્વિક મહામારી થી બચવા માટે પાલડી પ્રાથમિક શાળામાં ધોરણ ૧ થી ૮ માં અભ્યાસ કરતા તમામ બાળકોને કોરોના થી રક્ષણ મળે તે માટે અને કોરોના સંક્રમણથી બચવા માટે ઘરે ઘરે જઈ ને “માસ્ક” નું વિતરણ કર્યું. તેમજ ધોરણ ૧ થી ૮ ના શિક્ષકો એ એકમ કસોટી ની બુક તથા એકમ કસોટી ના પેપર શાળા માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ના ઘરે ઘરે જઈ ને (ધોરણ ૧ થી ૮ ના બાળકો ને) વિતરણ કર્યું. દિલીપ પુરોહિત. બાયડ