બાયડ તાલુકાના રડોદરા અકસ્માતમાં એક મહિલાનું મોત નીપજ્યું

બાયડ તાલુકાના રડોદરા ગામે ટ્રેકટરની ટ્રોલી માટી ખાલી કરતાં ટ્રેકટર ની ટોલી પલટી ખાઈ જતાં એક મહિલાનું ટેકટર ની ટોલી નીચે દબાઈ જતાં મોત નીપજ્યું હતું
રડોદરા ગામે આવેલા રામેશ્વર મંદિરમાં માટી ખાલી કરવા આવેલા ટ્રેકટરની ટ્રોલીનો હાઈડ્રોલિક પંપ ફાટતા ટ્રોલી પલટી ખાઈ જતાં બાજુમાં ઉભેલી કોદરીબેન કાંતિભાઈ વાળંદ નામની મહિલા ટ્રોલી નીચે દબાઈ જતાં મહિલાનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. ઘટનાની બાયડ પોલીસને જાણ કરાતાં ઘટનાસ્થળે પહોંચી મહિલાના મ્રુતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી ઘટનાની તલસ્પર્શી તપાસ હાથ ધરી છે.
દિલીપ પુરોહિત. બાયડ