બાયડ તાલુકાના વારેણા ગામના સરપંચ અને ઉપસરપંચની ઉમદા કામગીરી
નોવેલ કોરા ના વાયરસ પ્રસરવાની સાથે કેન્દ્ર સરકારે લોકડાઉન નું ચુસ્ત પાલન થાય અને કોરોનાવાયરસ આગળ ફેલાતો અટકાવવા માટે વિવિધ સંસ્થાઓ દ્વારા આરોગ્ય લક્ષી પગલાં ભરવામાં આવે છે અને વિવિધ ઉકાળાનું વિતરણ કરવામાં આવે છે ત્યારે વારેણા ગામ ના સરપંચ અને ઉપસરપંચ લોકડાઉન ચુસ્ત પાલન થાય અને ૧૪૪ ની કલમ નું ઉલ્લંઘન ના થાય તે માટે સર્વે ગ્રામજનો ને ઘરે ઘરે (ડોર ટુ ડોર) આશરે 3000 ત્રણ હજારથી વધુ લોકોને આ ઉકાળો તૈયાર કરી પહોચાડવા માં આવી રહ્યો છે
ખુબજ મહેનતુ અને હર હમેશાં દરેક કાર્યમાં તત્પર એવા અમૃતસિંહ પરમાર (સરપંચ વારેણા) વિપુલભાઈ દેસાઈ (ઉપસરપંચ બોરમઠ) તથા મુકેશભાઈ તલાટીકમ મંત્રી તથા વર્ષોથી સ્વામી વિવેકાનંદ થી લઈ ગાંધીજી અને મોદીજી પણ તેમના દરેક કાર્યક્રમ માં કહેતા આવ્યા છે કે જે ગામ નુ અને ભાવિ ભારત નુ ઘડતર યુવાનોને આભારી છે એવા મારા બોરમઠ ગામના ર્હદય સમા યુવાન જોશીલા યુવાનો મેઘરાજ સિંહ પ્રવીણ સિંહ વિજય દેસાઈ અનિલ સોલંકી વિક્રમભાઈ કલાર્ક પ્રવીણ ખાંટ સૌ ધૉખધખતા તાપમાં પણ એક સમાજ સેવા માનવ સેવા એજ પ્રભુ સેવા ના ધ્યેય સાથે મહેનત કરી રહ્યા છે તે સૌને લાખ લાખ વંદન સાથે ઘરમાં રહો સુરક્ષિત રહો. (દિલીપ પુરોહિત. બાયડ)