બાયડ તાલુકાના સાઠંબા – ગાબટ ગામને જોડતો દસ કિ.મી. નો માર્ગ ભંગાર હાલતમાં
અરવલ્લી જીલ્લાના બાયડ તાલુકાના સાઠંબાથી ગાબટ જવાનો માર્ગ એટલો ભંગાર હાલતમાં છે કે, માત્ર દસ કિ.મી નું અંતર કાપતાં એક કલાક જેટલો સમય લાગે છે. ત્રણ માજી ધારાસભ્ય પણ સાઠંબાથી ગાબટ સુધીના વિસ્તારના છે .તેમ કેમ જાણે સાઠંબા – ગાબટ સુધીના માર્ગના નવીનીકરણ માટે તંત્ર કેમ ઉદાસીનતા દાખવી રહ્યું છે,તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે.
સાઠંબા – ગાબટ રોડ બિસ્માર હાલતમાં હોવાથી સેકડો લોકોએ જિલ્લા મથક મોડાસા જવા માટે બાયડ ધનસુરા થઇને લગભગ પંદર કિ.મી. જેટલું વધારે અંતર કાપીને જવું પડે છે…
સાઠંબા થી ગાબટ વચ્ચેનો દસ કિ.મી રોડ વર્ષોથી બિસ્માર હાલતમાં છે તેમજ રોડ ની સાઇડોમાં તંત્ર દ્વારા સાફ સફાઈના અભાવે ઝાડી ઝાંખરા ઉગી નીકળેલા નજરે ચઢે છે. સાઠંબા તેમજ આ રોડ ઉપર આવતાં ગામડા ના લોકો માટે જિલ્લાના મુખ્ય મથક મોડાસા જવા માટેનો આ એક ટૂંકો અને સરળ માર્ગ છે, અને ગત ચૂંટણીમાં વિકાસના નામે ચૂંટાઈને આવેલા પૂર્વ ધારાસભ્ય ધવલસિંહ ઝાલાનું માદરેવતન જીતપુર પણ આ રોડ પર આવેલું છે,અને આ વિસ્તારના વિકાસ માટે મહત્વના સાઠંબા – ગાબટ માર્ગનું કામ કરાવવામાં તેઓએ પણ તત્પરતા દાખવવાની જરૂર છે….
આ વિસ્તારમાં આવતાં ગામડાઓ ના લોકો તેમજ સાઠંબાના સ્થાનિક લોકો દ્વારા વારંવાર હાલના વર્તમાન ધારાસભ્ય જશુભાઇ પટેલને તેમજ લગતા વળગતા તંત્રને સાઠંબા – ગાબટ રોડને પહોળો કરી નવીનીકરણ કરવા અજુઆતો કરવામાં આવે છે,પરંતુ તંત્ર દ્વારા કે ધારાસભ્ય દ્વારા રજૂઆતો ધ્યાનમાં લેવામાં આવતી નથી અને ઉદાસીનતા દાખવવામાં આવે છે તેવો સ્થાનિક લોકોનો આક્ષેપ છે.તો સત્વરે તંત્ર દ્વારા આ રોડ નું કામ થાય તેવી લોકમાંગ ઉઠી છે.