બાયડ તાલુકાના સાઠંબા ગામ નજીક હિટ એન્ડ રનની ઘટનાઃ એકનું ઘટનાસ્થળે મોત
અરવલ્લી જિલ્લામાં કારચાલકો બેફામ ગતિથી ગાડી ડ્રાઇવ કરતા અને પુરપાટ ઝડપે બેદરકારીથી ગાડી હંકારીને અકસ્માત બનવાની કેટલીક ઘટનાઓ બનતી હોય છે પોલીસ પણ આવી ગાડી જતી હોય આંખ આડા કાન કરી જોતી રહેતી હોય છે આવી જ એક ઘટના બાયડ તાલુકાના સાઠંબા બાલાસિનોર માર્ગ પર ધોરી ડુંગરી તરફથી પુરપાટ ઝડપે આવી રહેલી વેગન આર કારે બાઇકને ટક્કર મારતા એક વ્યક્તિનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું
ધોળીડુંગરી તરફથી આવતી વેગન આર કાર જી .જે. 01 કેજી 9775 ના ચાલકે પુરપાટ ઝડપે બેદરકારીથી ગાડી હંકારી સામેથી આવી રહેલ બાઈક નંબર જી.જે 09 સી એચ 7120 ને ટક્કર મારી કાર ભગાડી મુકી હતી તેની જાણ સાઠંબા પોલીસને થતા તુરત જ કારનો પીછો કરી પકડી પાડી હતી બાઈક પર સવાર બે શખ્સો પૈકી સબૂર સિંહ ચુથસિંહ સોલંકી રહે, વજાવત ને ગંભીર ઈજા પહોંચતા તેમનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું જ્યારે બીજા સવાર વિક્રમસિંહ શનુસિહ સોલંકી ને ગંભીર ઇજાઓ થઇ હતી સાઠંબા પોલીસ મથકના પી.એસ.આઇ બીએલ રોહિત દ્વારા વેગન આર કાર ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે દિલીપ પુરોહિત. બાયડ