બાયડ તાલુકાના સાઠંબા ગામે બાઈકની ટક્કર થી પ્રૌઢનું મોત
બાયડ તાલુકાના સાઠંબા ગામે બાઈકની ટક્કર વાગવાથી એક પ્રૌઢનું મોત નિપજ્યાના અહેવાલ પ્રાપ્ત થયા છે.
વધુ પ્રાપ્ત માહિતી મુજબ, ફરિયાદી ગોપાલ સોનાજી મારવાડીની ફરિયાદમાં જણાવેલ વિગતો મુજબ તા. ૪’ઓક્ટોબર, ૨૦.ના રોજ ફરીયાદીના પિતા સાંજના સમયે ચાલતા જતા હતા
ત્યારે વેદમૂર્તિ આગળ પુરપાટ ઝડપે આવતા હિરો એચ એફ ડિલક્ષ બાઈક નંબર. જી. જે. ૦૭.બી.ક્યુ.૫૭૨૭.નો ચાલક ધોરીડુંગરી તરફથી પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી સોનાજી ધર્માજી મારવાડી ઉં. વ. ૭૦.ને જોરદાર ટક્કર મારી શરીરે ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. જેથી ઘટનાસ્થળે સોનાજી મારવાડીનું મોત નીપજ્યું હતું. બાઈકસવાર બાઈક મુકીને ફરાર થઈ ગયો હતો
સાઠંબા પોલીસે બાઈક નંબર. જી જે. ૦૭.બીક્યુ. ૫૭૨૭.ના ના ચાલક વિરૃધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. દિલીપ પુરોહિત. બાયડ