બાયડ તાલુકાના સાઠંબા ગામે હૃદયસ્પર્શી ઘટના સંતાનમાં પુત્ર ન હોવાથી છ એ પુત્રીઓએ પિતાને કાંધ આપી
બાયડ તાલુકાના સાઠંબા માં રહેતા એક ડબગર પરિવારના મોભી નું અવસાન થતાં પિતાની અર્થી ને તેમની છ એ દીકરીઓએ કાંધ આપી અંતિમ વિધિ કરાવી દીકરીઓએ પણ દિકરા સમોવડી હોવાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના સાઠંબા માં રહેતા એક ડબગર પરિવાર મણિલાલ ગીરધરલાલ ધંધો વેપાર કરી ગુજરાત ચલાવતા હતા ભગવાને તેમને છ દીકરીઓ જ આપી હતી
પરંતુ સંતાનમાં પુત્ર ન હોવાથી ડબગર મણિલાલ ગીરધરલાલ નું ગઈકાલે અવસાન થતાં તેમની છ એ દીકરીઓ દક્ષાબેન ગીતાબેન મધુબેન ઈન્દુબેન ઉષાબેન મીનાબેન એમ બધી બહેનો એ પોતાના પિતાની અર્થી ને કાંધ આપી અંતિમ વિધિ કરાવી હતી પોતાના પિતાની અર્થીને કાંધ આપી સાઠંબા ગામ માં હૃદયસ્પર્શી ઘટના બની હતી જેમાં ગામના લોકો એ પણ આ દ્રશ્ય જોઈ વાતાવરણ ગમગીન થઈ ગયું હતું આ આ દ્રશ્ય જોઈ લોકો પણ તેમની આંખો નુ પાણી રોકી શક્યા ન હતા. દિલીપ પુરોહિત. બાયડ