બાયડ તાલુકાના સાઠંબા ગામે રહેતા પંચાયત ઘરનું મુખ્યમંત્રીના હસ્તે ઈ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું
બાયડ તાલુકાના સાઠંબા ખાતે ૧૮ લાખના ખર્ચે નિર્માણ થનાર પંચાયત ભવનનું ઈ-ખાતમુહૂર્ત મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે કરવામાં આવ્યું હતું. સાઠંબા ખાતે નિર્માણ થનાર નવીન પંચાયત ભવનનું ઈ-ખાતમુહૂર્ત આજરોજ મુખ્યમંત્રી વિજય રુપાણીના હસ્તે કરવામાં આવ્યું હતું
આ પ્રસંગે સરપંચ ગજન્દ્રકુંવરબા સોલંકી તથા પુર્વ સરપંચ ઋતુરાજસીંહ સોલંકી, જીલ્લા પંચાયત આરોગ્ય સમિતિના પુર્વ ચેરમેન માનવેન્દ્રસિહ, તલાટી વિકી પટેલ, તાલુકા સદસ્ય લક્ષ્મણભાઈ કટારા, પંચાયત સદસ્યો, આંગણવાડી કાર્યકર બહેનો નાગરિકો હાજર રહ્યા હતા. સાઠંબા ખાતે નવિન પંચાયત ભવન મંજુર કરવામાં આવતાં નાગરિકોમાં આનંદની લાગણી જોવા મળી હતી.
દિલીપ પુરોહિત. બાયડ