બાયડ તાલુકાના સાઠંબા ના બજારોએ શનિવાર-રવિવારે જડબેસલાક બંધ પાળ્યો
કોરોના મહામારીના કારણે સાઠંબા નગરમાં શરૂ થયેલો મોતનો સિલસિલો આજે પણ થોભવાનું નામ લેતો નથી. બરાબર લગ્નસરાની મોસમ દરમિયાન કોરોનાના સંક્રમણે ભરડો લીધો હતો. પરંતુ ત્યારબાદ સફાળા જાગેલા વેપારી મંડળ અને ગ્રામ પંચાયતની સંયુક્ત બેઠકમાં નિર્ણય લેવાયો અને શનિવારે – રવિવારે સંપુર્ણ લોકડાઊન અને બાકીના દિવસોમાં આંશિક લોકડાઊન અમલમાં મુકવામાં આવ્યા બાદ થોડો ઘણો કોરોના સંક્રમણનો પ્રભાવ ઘટ્યો છે.
તો બીજી તરફ સાઠંબા ગામની આસપાસ આવેલા ગ્રામિણ વિસ્તારમાં કોરોના સંક્રમિત કેસોની સંખ્યામાં ઉછાળો આવતાં ફરી એકવાર સાઠંબા ગામે બજારોમાં કોરોના સંક્રમણના ફેલાવાનો ડર ઉભો થયો છે. સાઠંબા નગરમાં શાકભાજી અને અન્ય ચીજો લઈને ફરતા ફેરિયાઓમાં કોરોના કોરોના ગાઈડલાઈનના પાલનનો અભાવ જોવા મળી રહ્યો છે. આ બાબતે સાઠંબા ગ્રામપંચાયત સત્તાવાળાઓ અને સ્થાનિક પોલીસે કડક પગલાં પગલાં લેવા જોઈએ.