બાયડ તાલુકાની જીતપુર મંડળીમાં દુધમાં મિલાવટના એક ટાઇમનું દુધ સંઘ દ્વારા અટકાવાયું

અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાની ધી જીતપુર દૂધ ઉત્પાદક સહકારી મંડળી લિમિટેડ મા કેટલાય લાંબા સમયથી દૂધની અંદર ખાંડ નું મિશ્રણ કરવામાં આવતું હોય આ શંકા ને લઈને ધી જીતપુર દૂધ ઉત્પાદક સહકારી મંડળી દ્વારા ચેરમેન તથા તમામ સદસ્યો દ્વારા મંડળી મારફતે લેકટોમીટર દ્વારા ચેક કરવામાં આવતો અન્ય સભાસદોના એસએનએફ ઓછો આવતા કેટલાય સમયથી ધી જીતપુર દૂધ ઉત્પાદક સહકારી મંડળીને લાખો રૂપિયાનું નુકસાન થતું હોય તેવી આશંકાને લઈ આજરોજ તારીખ ૯ જુન ૨૧ ના રોજ સ્થાનિક મીટીંગ રાખવામાં આવેલ હતી આ મિટિંગમાં છેલ્લા કેટલાય સમયથી દૂધમાં અખાદ્ય પદાર્થ આવતુ હોવાની ચર્ચા તથા અન્ય સભાસદો ના એસએનએફ ઓછો આવતાં અને સ્ટાફની અનિયમિતતા બાબતે ચર્ચા કરવામાં આવી હતી
તારીખ ૯ જુન ૨૧ ના રોજ ધી જીતપુર દૂધ ઉત્પાદક સહકારી મંડળી લિમિટેડ ને સાબરડેરી સંઘ હિંમતનગર દ્વારા તારીખ ૧૦ જુનના સવારના સમયનું તમામ સભાસદોનું દૂધ ના લેવા માટે સાબર ડેરી સંઘ દ્વારા લેખિત જાણ કરવામાં આવેલ છે પરંતુ આ કોરોના વિકટ પરિસ્થિતિમાં મનુષ્ય જીવનની સાથે ચેડા કરવામાં આવતા હોય છે આ રીતે દુધમાં મિશ્રણ થતું હોવાની શંકાને લઈને અને આ મોટું નુકસાન નાના મધ્યમ વર્ગીય પશુપાલક સભાસદોની મોટુ નુકસાન થતું હોય છે અને અગાઉ પણ ઘણી બધી ફરિયાદો મૌખિક તથા લેખિત કરવા છતાં ધી જીતપુર દૂધ ઉત્પાદક મંડળી દ્વારા કોઈ નક્કર પગલાં ભરવામાં આવતાં નથી અને આખ આડા કાન કરી આખાયે મામલાને રફેદફે કરવામાં આવે છે આ વાતની જાણ વાયુવેગે સભાસદોને થતા જીતપુર દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં સભાસદો દ્વારા સાંજના સમયે હોબાળો થતા હડકંપ મચી ગયો હતો આ બાબતે સાબર ડેરી સંઘ દ્વારા અચાનક તપાસ કરવામાં આવે તો મોટો પર્દાફાસ તથા મોટું કૌભાંડ બહાર આવે તેમ છે તેવું તમામ પશુપાલક સભાસદો નાગરિકો દ્વારા માંગ ઉઠવા પામી છે