બાયડ તાલુકાની ભુખેલ ગ્રામ પંચાયત દ્વારા ગાંધી જ્યંતિ નિમિત્તે સ્વચ્છતા અભિયાન અંગે કાર્યક્રમ યોજાયો
આજરોજ સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા મહાત્મા ગાંધીની પ્રતિક્રુતિને પુષ્પાંજલિ અર્પણનો કાર્યક્રમ યુવક બોર્ડના તાલુકા સંયોજકો મિતેશભાઈ પટેલ દ્વારા યોજવામાં આવ્યો હતો.
આ પ્રસંગે અશ્વિનભાઈ પરમાર, યુવા ટીમ પ્રમુખ રૂચિતભાઈ પટેલ તેમજ ગામના આગેવાનો, બાયડ તાલુકા ભાજપ સંગઠન પ્રમુખ માનસિંહ સોઢા, તાલુકા પંચાયત પ્રમુખ અલ્પેશભાઈ પટેલ, કેતનભાઈ બ્રહ્મભટ્ટ, કમલેશભાઈ, ભુખેલ ગ્રામ પંચાયતના સરપંચ કેતનભાઈ પંડયા, હિંમતસિહ પરમાર, રણજીતસિંહ પરમાર અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. દિલીપ પુરોહિત. બાયડ