બાયડ તાલુકામાં કોરોના કેસો વધતા શનિ-રવિ સંપૂર્ણ બંધ રાખવા વેપારીઓ દ્વારા નિર્ણય
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/04/13-1-1024x461.jpg)
બાયડ તાલુકામાં કોરોના નો કહેર વધતા વેપારીઓ સાથે સ્થાનિક તંત્ર માં પણ ચિંતાનું મોજું જોવા મળ્યું છે તેને લઈને કોરોના નું સંક્રમણ ન વધે તે માટે શુક્રવારથી બપોરના ત્રણ વાગ્યા પછી બજારો બંધ રાખવાનો વેપારી અને સ્થાનિક તંત્ર દ્વારા નિર્ણય લેવામાં આવે છે
તાલુકામાં છેલ્લા કેટલાક દિવસથી કોરોના ના કેસો માં વધારો જોવા મળ્યો છે જેના ભાગરૂપે બાયડ નગરપાલિકા સાથે વેપારીઓએ આજરોજ બેઠક યોજાઇ હતી જેમાં વિવિધ વેપારીઓ અને સંગઠનના હોદ્દેદારો સાથે બાયડમાં વધી રહેલા કોરોના ના કેસો ને લઈને ચર્ચા કરવામાં આવી હતી
જેમાં કોરોના સંક્રમણ વધે નહીં એ માટે શુક્રવાર બપોરે ત્રણ વાગ્યા પછી અને શનિ રવિ એ સ્વયંભૂ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે ૧૦ દિવસ માટે સવારે ૬ વાગ્યાથી બપોરે 3 વાગ્યા સુધી બજારો ખુલ્લાં રહેશે અને ત્રણ વાગ્યા પછી સંપૂર્ણ બંધ રહેશે જ્યારે શનિવાર અને રવિવારે સંપૂર્ણ લોકડાઉન રાખવાનો સ્વેચ્છાએ નિર્ણય લેવામાં આવે છે જોકે મેડિકલ ને લગતી દુકાનો ખુલ્લી રહેશે