બાયડ તાલુકામાં પ્રેમ પ્રકરણમાં કાયદો હાથમાં લેતા લોકો સામે રાયોટીંગનો ગુન્હો નોંધાયો
(પ્રતિનિધિ)બાયડ, બાયડ તાલુકાના પગીયાના મુવાડા ગામે શુક્રવારે સવારના સુમારે પ્રેમપ્રકારણમાં યુવતીના પરિવારજનોએ પ્રેમી યુવકને થાંભલા સાથે બાંધી તાલીબાની સજા આપવાની સાથે યુવતીની લાશ કુવામાંથી મળ્યા બાદ યુવતીના પરિવારજનો અને ટોળું બેકાબુ બની યુવકને મારી નાખવા માંગતું હોય તેમ તૂટી પડતા અને પોલીસ સાથે પણ ઘર્ષણ પેદા થતા બેકાબુ બનેલ ટોળા માંથી યુવકને બચાવવા પોલીસે આખરે હવામાં ફાયરિંગ કરી ટોળાને વિખેરી નાખી
યુવકને તાબડતોડ વાત્રક હોસ્પિટલમાં ખસેડાયો હતો આ ઘટના બાદ કાયદો હાથમાં લેનાર ટોળા સામે સાઠંબા પોલીસે ટોળા સામે રાયોટીંગનો ગુન્હો નોંધ્યો છે બીજીબાજુ યુવતીના પરિવારજનો અને ટોળાના મારનો ભોગ બનેલ યુવકે યુવતીના ૮ પરિવારજનો સામે નામજાેગ ગુન્હો નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી હતી યુવતીના આકસ્મીક મોતનો ગુન્હો નોંધાયો છે.
બાયડ તાલુકાના પગીયાના મુવાડા ગામે પ્રેમ પ્રકરણમાં મનીષા નામની યુવતી ગુમ થતા યુવતીના પરિવારજનોએ અને ટોળાએ પ્રેમી યુવક સાવનસિંહ કરસનસિંહ સોલંકીને ઘર નજીક થાંભલા સાથે દોરડા વડે બાંધી ઢોર મારમારવાનું શરૂ કર્યા બાદ યુવતીની લાશ નજીકના કુવામાંથી મળી આવ્યા બાદ યુવકે યુવતીની હત્યાની આશંકા રાખી ટોળું બેકાબુ બન્યું હતું અને યુવક પર તુટી પડ્યા હતા સમગ્ર ઘટનાની જાણ સાઠંબા પોલીસને કરતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી
ટોળાએ પોલીસને પણ બાનમાં લેવાનો પ્રયત્ન કરતા બેકાબુ બનતી સ્થિતીના પગલે જીલ્લા પોલીસવડા સંજય ખરાતને સમગ્ર સ્થિતી અંગે જાણ કરતા ડીવાયએસપી ભરત બસીયા સહીત જીલ્લા પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો ટોળાએ યુવકને ન છોડતા આખરે ડીવાયએસપી ભરત બસીયાએ હવામાં ત્રણ રાઉન્ડ ગોળીબાર કરી ટોળાને વિખેરી નાખ્યું હતું અને યુવકને વાત્રક હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડી દીધો હતો.
સાઠંબા પોલીસે સાવનસિંહ સોલંકીની ફરિયાદના આધારે યુવતીના પીતા સહીત તેના પરિવારજનો અને સગા-સબંધીઓ સામે ગુન્હો નોંધાવ્યો હતો જેમાં ૧)વિનુસિંહ સરદારસિંહ સોલંકી,૨)ચતુરસિંહ સરદારસિંહ સોલંકી,૩)ભરતસિંહ સરદારસિંહ સોલંકી,૪)સુરજ વિનુસિંહ સોલંકી,૫)રાહુલ વિનુસિંહ સોલંકી,૬)ગુલાબસિંહ,૭)તખતસિંહ અને ૮)લાડુ બેન નામની મહિલા સામે ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.
સાઠંબા પીએસઆઈ એન.સી.ચૌહાણે પગીયાના મુવાડા ગામે પ્રેમ પ્રકરણમાં બંધક બનાવેલ યુવકને છોડાવવા જતા ટોળાએ પોલીસની ફરજમાં રુકાવટ ઉભી કરી બીભસ્ત ગાળો બોલી હાથમાં મારક હથિયારો અને પથ્થર ધારણ કરી પોલીસ પર હુમલો કરનાર ટોળા સામે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.