બાયડ તાલુકામાં મંડપ એસોસિએશન તરફથી અંદાજે ૨૦૦૦ માસ્કનું મફત વિતરણ કરવામાં આવ્યું
અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકામાં મંડપ એસોસિએશન તરફથી આજરોજ અંદાજે 2000 માસ્કનું વિતરણ કરવામાં આવ્યું અરવલ્લી જિલ્લામાં વૈશ્વિક મહામારી કોરોના એ બાયડ સહિત ગ્રામ્ય વિસ્તારોમાં પણ માથું ઊંચક્યું છે ત્યારે આ મહામારીથી સંક્રમણ વધે નહીં અને લોકો કોરોનાની મહામારીના ભરડામાં સંક્રમિત થાય નહીં તેના માટે આજે મંડપ એસોસિએશન તરફથી માસ્કનું વિતરણ કરવામાં આવ્યું જેમાં મંડપ એસોસિએશનના પ્રમુખ ઉપપ્રમુખ તેમજ કારોબારી સભ્યો હાજર રહીને મફત માસ્કનું વિતરણ કરવામાં આવ્યું અને સાથે સાથે શિખામણના બે શબ્દો જરૂરી ડિસ્ટન્સ રાખો અને કોરોના થી બચો તેવું જણાવવામાં આવતું હતું.