બાયડ તાલુકા ઠાકોર સમાજના નવા ચૂંટાયેલા સરપંચોનો સત્કાર સમારંભ યોજાયો

(તસ્વીરઃ દિલીપ પુરોહિત, બાયડ) બાયડ તાલુકા ઠાકોર સમાજ ના સરપંચોનો સત્કાર સમારંભ તારીખ ૨૩/૨/૨૦૨૨ને બુધવારે ૩-૦૦ કલાકે બાયડ દહેગામ રોડ છાપરીયા દિપેશ્વરી હાઇસ્કુલ ખાતે યોજાયો જેમાં ઠાકોર સમાજના પ્રમુખ પૂર્વ ધારાસભ્ય ઉદેસિહ એમ ઝાલા બાયડ ભાજપના પ્રમુખ માનસિંહ. એમ. પરમાર અશોકસિંહ ઠાકોર શણગાલ મંત્રી
અર્જુનસિંહ. એન. ઝાલા ભવાનસિંહ ઝાલા ,બાલાજી નાથાજી, બાબુસિંહ પરમાર, પુજાજી વજાજી સોલંકી, ભોલસિંહ રૂમાલજી પરમાર, ભાજપ ઉપપ્રમુખ બકાભાઇ એમ. ઝાલા જિલ્લા પંચાયત સદસ્ય વિષ્ણુપ્રસાદ ઉદેસિંહ, કાળુસિંહ મંગળસિંહ વિગેરે મહાનુભવો હાજર રહ્યા હતા
અને મોટી સંખ્યામાં ઠાકોર ક્ષત્રિય સમાજ જાેવા મળ્યો હતો તે વખતે ઠાકોર સમાજના પ્રમુખ ઉદેસિંહ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ઠાકોર સમાજ દ્વારા લગભગ છેલ્લા ૧૭ વર્ષથી બાયડ તાલુકામાં સુધારાત્મક કાર્યક્રમો યોજવામાં આવે છે આ કાર્યક્રમનો ઉદ્દેશ ક્ષત્રિય સમાજમાં જાગૃતિ લાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે
આ કાર્યક્રમમાં પ્રથમ ક્ષત્રિય સમાજમાં સમૂહ લગ્ન છેલ્લા ૧૬ વર્ષની યોજવામાં આવે છે તેમાં સમૂહમાં ભાગ લેતા ક્ષત્રિયોમાં આર્થિક સહાય કરી મદદ કરવા માટે આ સમૂહ લગ્ન યોજાય છે જ્યારે બીજી બાબત વ્યસન મુક્તિ આપવા માટે તેમજ ક્ષત્રિય સમાજ કોઈપણ રાજકીય દબાણના કારણે યોગ્ય ર્નિણય ન કરી શકતા હોય
તેમના માટે યોગ્ય માર્ગદર્શન પૂરું પાડવા માટે તેમજ ક્ષત્રિય સમાજ ની યુવા પેઢી ઉત્તમ નાગરિક બને તેવા પ્રયત્નો કરવામાં આવે છે જ્યારે આવનાર નવી પેઢી પણ ભવિષ્યમાં આવા કાર્યક્રમો કરી ક્ષત્રિય સમાજ ને યોગ્ય દિશામાં લઇ જશે તેવી આશા વ્યક્ત કરી હતી.