બાયડ તેમજ સમગ્ર અરવલ્લી જિલ્લામાં કોરોનાએ ફરી માથું ઉંચકતાં તંત્ર સફાળુ જાગ્યું
કોરોના કાળમાં યોજાયેલ સ્થાનિક સ્વરાજયની ચૂંટણી પ્રક્રિયા દરમિયાન ભાનભૂલેલા અને કોરોનાની ગાઇડ લાઇનના નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરનાર નેતાઓ અને સરકારી બાબુઓની છેવટે સ્થાનિક સ્વરાજયની ચૂંટણી પછી જેનો ડર હતો તે પ્રમાણે કોરોનાએ માથું ઉચકતાં તંત્રની આંખ ખુલી છે,અને તંત્ર સફાળું જાગ્યું છે. તેને લઈનેઅરવલ્લી જિલ્લાના બાયડમાં નાયબ મામલતદાર સહિતના કર્મચારીઓ દ્વારા લોકોને તેમજ વહેપારીઓને સોશિયલ ડિસ્ટન્સ જાળવવા અને માસ્ક પહેરવા તેવા બેનરો લઈને અપીલ કરવામાં આવી હતી
લોકમુખે થતી ચર્ચા મુજબ ચૂંટણી દરમિયાન ભાન ભૂલેલા નેતાઓ અને ચૂંટણી કામગીરીમાં જોતરાયેલા કર્મચારીઓએ કરેલી ભૂલોના કારણે હવે રોજ કમાઈને પરિવારનું ગુજરાન ચલાવનાર સામાન્ય નાગરિકોને ભોગવવાનો વારો આવ્યો છે….
આજરોજ અરવલ્લી જિલ્લાના બાયડમાં નાયબ પુરવઠા મામલતદાર સહિતના કર્મચારીઓ બેનરો સાથે બજારમાં રેલી સ્વરૂપે દુકાને દુકાને ફરી વહેપારીઓ, ગ્રાહકો તેમજ આવતાં જતાં રાહદારીઓને સોશિયલ ડિસ્ટન્સ જાળવવા તેમજ માસ્ક પહેરવાની અપીલ કરી હતી….