બાયડ તેમજ સાઠંબામાં VHP તથા બજરંગના કાર્યકરો દ્વારા રામ મંદિરના શિલાન્યાસની ભવ્ય ઉજવણી કરાઈ

અયોધ્યામાં કરાયેલા રામ મંદિર નિર્મળના ભૂમિપૂજન ના પગલે અરવલ્લી જિલ્લામાં દિવાળી જેવો માહોલ જોવા મળ્યો હતો જિલ્લામાં ઠેર ઠેર ફટાકડા ફોડી ભગવાન શ્રીરામ ની આરતી ઉતારવામાં આવી હતી અને રામ ભક્તો ઉત્સાહમાં જુમી ઉઠયા હતા અયોધ્યા રામ મંદિર શિલાન્યાસ ને લઈને બાયડ અને સાઠંબા માં જશ્નનો માહોલ છવાયો હતો.
બાયડ અને સાઠંબા માં આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદ તેમજ બજરંગદળના કાર્યકરો રામજી મંદિર ખાતે મળી ગાબટ ત્રણ રસ્તા હનુમાનજીના મંદિર આગળ રામધુન બોલાવવામાં આવી હતી
જેમાં મોટી સંખ્યામાં રામ ભક્તો જોડાયા હતા અને ફટાકડા ફોડી ખુશીથી ઝુમી ઉઠયા હતા તેમજ સાઠંબા રામજી મંદિર ખાતે રામજી ની આરતી ઉતારી અને કારસેવકો ને ફૂલહારથી સન્માનિત કર્યા હતા
જેમાં આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ સંગઠનના કાર્યકરો રાજન જોષી નવનીત સોની મહેન્દ્ર પટેલ મુકુંદ પટેલ અશોક લુહાર નયન પટેલ રાકેશ ગોસ્વામી તેમજ મહંત ભરત નાથજી મહારાજ મોહન દાસ જી મહારાજ જનક પ્રજાપતિ મોટી સંખ્યામાં બજરંગ દળના કાર્યકરો પણ આવ્યા હતા
ગગનભેદી નારાઓ સાથે ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવી હતી અને દરેકને આહવાન કરવામાં આવ્યું હતું કે સાંજે દરેકે પોતાના ઘરે દીવડા પ્રગટાવી રામજીની ભવ્ય ઉજવણી કરી